
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના બુગડ ગામે કળિયુગી પુત્રએ પિતાને દસ્તાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો…
સંતરામપુર તા.28
સંતરામપુર તાલુકામાં પિતા-પુત્રના સંબંધ એ આવે તેવી ઘટના સામે આવી છે સંતરામપુર તાલુકાના ગઢ ગામે પુત્રે જ તેના પિતાને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બુગડ ગામે વૃદ્ધ દંપતી દેવાભાઈ ડામોર તેમજ તેમના પત્ની રેશમ બેન ડામોર આગાસી ઉપર સૂતા હતા ત્યારે તેમનો પુત્ર ડામોર છગનભાઈ હાથમાં લોખંડનો જાડો દસ્તો લઈ આગસી ઉપર આવ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે તમે મારા ઘરે કેમ નથી સુતા તેમ કહી અને આવેશમાં આવી જાય પુત્ર છગનભાઈએ તેમના પિતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો તેમજ તેની માતા રેશમ બેનને પણ ઈજાઓ પહોંચાડી હતી. માતા-પિતાને લોહીલુહાણ હાલતમાં મૂકી અને આરોપી છગનભાઈ ત્યાંથી નાસી છૂટયો હતો આ બનાવમાં દેવાભાઈ ડામોરનું મૃત્યુ નિપજ્યું છે તો રેશમ બેનને ઇજાઓ પોહોચતા હાલ તે સારવાર હેઠળ છે આ બનાવની જાણ સંતરામપુર પોલીસ મથકમાં કરવામાં આવી છે પોલીસએ આરોપી ડામોર છગનભાઈ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આવા કળિયુગી પુત્રે અને કડકમાં કડક સજા થાય તેવી સમગ્ર પંથકમાં માંગ ઉઠી છે.