ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના કેલામૂળ ગામે જાનૈયા ભરેલી તુફાન ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું:13 થી વધુ જાનૈયાઓ ઈજાગ્રસ્ત:એક બાળકીનું મોત..
ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા નડ્યો અકસ્માત: તુફાન ગાડીમાં 30 થી વધુ જાનૈયાઓ સવાર હતા…
પૂરપાટ જતી જાનૈયાઓ ભરેલી તુફાન ગાડીએ ચારથી પાંચ પલટી મારી રોડની સાઈડમાં પાંચ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી
આસપાસના સ્થાનિકો તેમજ ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ સ્થાનિક પોલીસે બચાવ અને રાહત કાર્યમાં જોતરાયા…
તુફાન ગાડીમાં સવાર ઇજાગ્રસ્તોને 108 મારફતે નજીકના દવાખાને ખસેડાયા..
દાહોદ તા.25
સંતરામપુર તાલુકાના કેળામૂળ ગામે જાનૈયાઓ ભરીને જતી તુફાન ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ચારથી પાંચ પલટી મારી તુફાન ગાડી રોડની સાઈડમાં પાંચ ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ થી વધુ જાન્યુઆરી જાગૃત થવા પામ્યા હતા. જ્યારે એક બાળકીનું ભલે મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેળામુલ ગામેથી અરવલ્લી જિલ્લાના મોડાસા તરફ જાનૈયા ભરીને જતી તુફાન ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂગુમાવ્યું હતું. જેમા તુફાન ગાડી ચાર થી પાંચ પલ્ટી મારી રોડની સાઈડમાં 5 ફૂટ ઉંડા ખાડામાં ખાબકતા 13 થી વધુ જાનૈયાઓને ઇજાઓ પહોંચવા પામી છે.તેમજ એક બાળકીનું મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. જાણવા મળ્યા મુજબ તુફાનગાડીમાં 30 થી વધુ જાનૈયા સવાર હોવાનું બહાર આવ્યું છે.ઘટનાના પગલે સ્થળ પર પહોંચી સ્થાનિક પોલીસ તેમજ ઇમર્જન્સી 108 એમ્બયુલેન્સ સેવાએ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા તેમજ ના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.