સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક:બે આખલા વચ્ચે ના દ્વંદયુદ્ધમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

 

સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક:બે આખલા વચ્ચે ના દ્વંદયુદ્ધમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

 

સંતરામપુર તા.10

 સંતરામપુર નગરમાં રખડતા પશુઓની સંખ્યા નું પ્રમાણ આશરે 500 ઉપરનું જોવાઈ રહ્યું છે. નગરના અલગ અલગ વિસ્તારોમાં દરેક જગ્યાએ રખડતા પશુઓ અને મોટા આખલાઓ રસ્તાની વચ્ચોવચ ધમાલ કરી મૂકે છે. આના કારણે ઘર આંગણે મુકેલા વાહનોને પણ નુકસાન કરે છે.આજે સવારે ગોધરા ભાગોળ વિસ્તારના અને શિકારી ફળિયામાં આખલા હોય આંતક મચાવી નાખેલો હતો.નાના મોટા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.જ્યારે શિકારી ફળિયાની અંદર સાયકલ સીંગડાની અંદર ફસાઈ ગયા તા એક કિલોમીટર દૂર આખલા ગામની અંદર લઇને ફર્યો હતો.સંતરામપુર નગરમાં અલગ અલગ વિસ્તારોમાં રખડતા પશુઓ હેરાન પરેશાન કરી મુકેલા છે પરંતુ નગરપાલિકાનું આજ દિન સુધી રખડતા પશુઓનું પકડવા માટે આપવામાં પુરવા માટે કોઈ આયોજન કરેલ નથી મળતી માહિતી મુજબ રખડતા પશુઓ ઘાસચારો ન મળવાના કારણે તેમના માલિકો છોડી મૂકે છે. ત્યારે સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરમાં રખડતા ઢોરોના આતંક માંથી બનાવે તેવી લાગણી તેમજ માંગણી નગરવાસીઓમાં પ્રવર્તમાન સંજોગોમાં પામી છે.

Share This Article