ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર નગરમાં પીવાનુ પાણી જોઈતું હોય તો રૂપિયા 500 ખર્ચવા પડશે..
સંતરામપુર તા.10
સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગ્રામ પંચાયતના નંદનવન સોસાયટીમાં સંખ્યાબંધ મકાનો માં પાણી માટે વલખા મારવા પડે છે.સોસાયટી બનાવ્યા આશરે વિશ એક વર્ષ થઈ ગયા પરંતુ નરસિંગપુર ગ્રામ પંચાયત દ્વારા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આજ દિન સુધી નંદનવન સોસાયટીમાં પાણી માટેની સુવિધા પૂરી પાડવામાં આવેલી જ નથી આ સોસાયટી વિસ્તારના રહીશોએ પાણીની સુવિધા માટે પોતપોતાના ઘરે બોર કરી દેવામાં આવેલો હતો પરંતુ ઉનાળા દરમિયાન માં સ્તર નીચે જવા ના કારણે બોર ની અંદર થી પાણી આવતું બંધ થઈ ગયું છે નંદનવન સોસાયટી ના મુકેશભાઈ ડામોર પોતાની બોર ની અંદર પાણી બંધ થઈ જવાના કારણે દર ત્રણ દિવસે પ્રાઇવેટ માં રૂપિયા 500 ખર્ચીને ટેન્કર મંગાવવું પડે છે આ જ રીતના સોસાયટી વિસ્તારના રહીશો દર પાંચ દિવસે ત્રણ દિવસે ના ટેન્કર મંગાવીને પાણી ભરતા હોય છે પરંતુ આ સોસાયટીમાં અને રહીશો માટે પાણી પુરવઠા દ્વારા પાણીની સુવિધા પૂરી પાડવામાં આવેલ નથી આ વિસ્તારના તમામ રહીશોને બોરમાં પાણી આવતું બંધ થઈ ગયું અને બોર સુક્કાભઠ્ઠ થઈ ગયા છે પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની સંતરામપુર તાલુકાની નરસિંગપુર ગ્રામ પંચાયતની ફરજમાં આવે છે ઉનાળાના ચાર મહિના સુધી આ રીતના પાણીના ટેન્કર રૂપિયા 500 ખર્ચીને સ્થાનિક સોસાયટી વિસ્તારના રહીશો મજબૂર બન્યા સુવિધા તો ના મળી પરંતુ પાણી માટેની મુશ્કેલી વધી દર માસે ટેન્કર પાછળ આશરે રૂપિયા પાંચથી દસ હજારનો ખર્ચો કરીને પાણી લાવવું પડતું હોય છે સ્થાનિક રહીશોની માગણી છે કે ગુજરાત સરકાર દ્વારા nal se jal યોજના બહાર પાડી છે હમને ભી લાભ મળે સોસાયટી વિસ્તારના રહીશો ની માંગણી ઉઠવા પામી છે.