ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં ટેન્ટ હાઉસમાં આગ લાગવાથી મંડપનું સામાન અને ઘરવખરી બળીને ખાક
સંતરામપુર તા.05
સંતરામપુર નગરના આવેલું સંત વિસ્તારમાં અચાનક મકાનમાં આગ લાગવાથી મકાનમાં મૂકવામાં આવેલો મંડપનું સામાન ગાદલાઓ ખુરશી ડેકોરેશનનો સંખ્યાબંધ સામાન અને ઘરવખરી સામાન બળીને ખાખ થઇ ગયું હતું.રાતના સમયે અચાનક આગ લાગવાથી સામાન બળીને ખાખ થઇ ગયું હતું.મકાનમાં આગ લાગતાં જ ચારે બાજુ આગના ફેલાવો થતા આજુબાજુના રહીશો દોડી આવેલા હતા અને ઘરમાં બેસેલા તમામ સભ્યો બહાર નીકળી ગયા હતા.અને કોઇ જાનહાની થઇ નથી નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટર થી પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો.ગાદલાના કારણે કલાકો સુધી આગ કંટ્રોલમાં આવી શકી ન હતી.મકાન માલિક ત્યાં આગની ઘટના બનતા ભારે નુકસાન થવા પામ્યું હતું.આશરે પૂછપરછ દરમિયાન ૩ લાખ નુકસાન થવા પામ્યું હતું. નિશાર ભાઈ મકરાણીના પરિવારોનેઓ નુકસાન થયું ન હતું એ કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આવી ઘટના બનતા સામાન્ય નુકસાન થતાં સરકારી તંત્ર અને સરકાર પાસેથી સહાય માટેની અપેક્ષા રાખેલી છે.