ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે ટ્રાવેલ્સ અને બાઇક સાથે અકસ્માત સર્જાયો:એકનું મોત
સંતરામપુર તા.05
સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે વેણા ગામેથી વિનોદભાઈ લક્ષ્મણભાઈ કડિયા કામ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા તે દરમિયાન ની મા લજગરી ગાડી અને બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાયા બાદ બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ પામેલા હતા સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી મિની લક્ઝરી પૂરઝડપે અને બેફિકરાઈ અને બેફામ રીતે દોડાવીને વિનોદભાઈ લક્ષ્મણભાઈ બાઈક ચાલકને ટક્કર મારી દઈ મોટરસાયકલ સાથે વીસેક ફૂટ સુધી રોડ ઉપરથી ખેંચી લઇને વિનોદભાઈ લક્ષ્મણભાઈ ને ગંભીર ઈજા પહોંચાડીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું સંતરામપુર પોલીસે અકસ્માત ગુનો દાખલ કર્યો લક્ઝરી ચાલક ફરાર થઈ ચૂક્યો હતો.