ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે આગ લાગવાની સૌથી મોટી ઘટના,સદભાગ્યે કોઇ જાનહાનિ નહિ :કોન્ટ્રાક્ટરની 30 લાખનું નુકસાન..
સંતરામપુર તા.29
સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે રોડની પાસે ખેતરોમાં ૧૭૪ સિંચાઇ વિભાગ દ્વારા ને કામગીરી માટ પાઈપોનો મોટો જથ્થો કરવામાં આવેલો હતો.ડીપ એરીગેશન કામગીરી ચાલતી હતી.અને ખેતરમાં મૂકેલી પાઈપો કોને આગ લગાવી જે તપાસનો વિષય બન્યો છે. જયંતિ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે. અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે.સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને એજન્સી દ્વારા પાણી નાખીને ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. નુકસાન કેમ કરે છે આવી રીતે કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતો પર આરોપ મૂકવામાં આવેલો છે. તેની પાસે મૂકવામાં આવેલી પાઈપોનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આગની લપેટમાં અંદર એકબીજાની અને પવન સાથે આગ આગનો ફેલાવો થતાં ચારે બાજુથી પાઈપો વળી ગઇ હતી.ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવા નો પ્રયાસ કરવામાં આવેલો હતો પરંતુ તે પહેલા તો કોન્ટ્રાક્ટર 30 લાખનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો આગની ઘટના બનતા જ ચારે બાજુથી ગ્રામજનો દોડી આવેલા હતા અને આવી મોટી મોટી આગ લાગવાથી અને ફેલાવાથી ચહલ પહલ મચી ગઇ હતી ટોળા ને ટોળા આવી ઘટના બનતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા આવા રોડ ઉપર ખુલ્લામાં મૂકવામાં આવેલી પાઈપો અચાનક આગ લાગી ક્યાંથી તે ખરેખર તપાસનો વિષય બન્યો છે
આ અંગેની અરે આ ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવશે અને આટલી રકમનું નુકસાન થતા કોન્ટ્રાક્ટર દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે અને તેની તપાસ પણ કરવામાં આવશે ત્રણથી ચાર કલાક સુધી આગ નો ફેલાવો વધી રહ્યો હતો.