ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરમાં ૫ લાખ લીટર પાણી સંગ્રહ કરવાનો સંપ બનાવ્યા પછી પંથકવાસીઓ પાણી માટે તરસ્યા…
નગરમાં પાંચ દિવસે પાણી મળતા પંથકવાસીઓ ભર ઉનાળે પાણી માટે રઝળપાટ કરવા મજબુર
સંતરામપુર તા.02
સંતરામપુર નગરપાલિકા દ્વારા ભર ઉનાળે સ્થાનિક રહીશોને ચારથી પાંચ દિવસે પાણી મળતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.સંતરામપુર નગરપાલિકા દ્વારા 2018 ની સાલમાં સંતરામપુર નગરજનોની ઉનાળામાં પાણીની તકલીફ ન પડે અને પાણીનો સંગ્રહ કરી શકાય તેના હેતુથી ૫ લાખ લીટર પાણી નો સંગ્રહ કરી શકાય તેવો સંપ બનાવવામાં આવ્યો હતો કરોડ રૂપિયા ખર્ચ કરીને પરંતુ હજુ પણ સંતરામપુર નગરજનોની ઉનાળામાં ચારથી પાંચ દિવસે પાણી મળે છે. અને તે પણ તેની સમયમર્યાદા નક્કી કરેલી છે ભરઉનાળામાં સ્થાનિક રહીશોને પાણી માટે વલખા મારવા પડે છે સંતરામપુર નગરપાલિકામાં સ્થાનિક રહીશો પાણી માટેની રજૂઆત કરે તો નગરપાલિકામાંથી વર્ષોથી એક જ જવાબ આપે છે કેમ મારું વાડામાં લાઈટ નથી પરંતુ પાણી સંગ્રહ કરવા માટે સંપ બનાવવામાં આવેલો છે અને પાણી સંગ્રહ કરી શકાય છે પરંતુ નગરપાલિકાનો કથળેલો વહીવટ અને નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને બોર્ડના સભ્યો વહીવટીમાં ખામી અને બેદરકારીના કારણે સ્થાનિક રહીશોને પાણી માટે વલખા મારવા પડે છે આજ દિન સુધી સંતરામપુર નગરના વોર્ડ વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યો અને પ્રમુખ સ્થાનિક રહીશોની રજૂઆત કે વાત સાંભળવા તૈયાર નથી.અને કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવા તૈયાર નથી હવે સંતરામપુર નગરપાલિકા પર સ્થાનિક રહીશોનો વિશ્વાસ જ નથી રહ્યો નગરપાલિકા સ્થાનિક રહીશોનો પ્રશ્નો નિકાલ કરવા અને નગરનો વિકાસ કરવામાં નિષ્ફળ નીવડેલી છે સ્થાનિક રહીશોની માગણી છે કે અમે સમયસર પાણી મળે તેવી માંગ ઊભી થઈ છે.