ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરમાં રામનવમી નિમિત્તે ધામધૂમ પૂર્વક શોભાયાત્રા નીકળતા ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો
સંતરામપુર તા.10
સંતરામપુર નગરમાં રામનવમી નિમિત્તે ધામધૂમથી પૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી આ શોભાયાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડીડોર વિશ્વ હિન્દુ પરિષદના નેતા દિલીપભાઈ રાણા મહિસાગર જિલ્લાના ભારતીય પ્રમુખ દશરથસિંહ બારીયા દીપકભાઈ ચાવડા સંખ્યાબંધ આ શોભાયાત્રામાં જોડાયા હતા જયશ્રી રામના નારા સાથે સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું હતું કેસરિયા ધ જા સાથે રંગત જમાવી હતી સંતરામપુરના કારગિલ પેટ્રોલ પંપ પાસે હનુમાનજી મંદિર પાસેથી શોભાયાત્રા ની શરૂઆત કરવામાં આવેલી હતી એ અલગ અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢી ને સંપન્ન કરવામાં આવેલી હતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સંતરામપુર પીઆઇ મછાર પીએસઆઇ કલાસવા પોલીસ સ્ટાફ એસઆરપી જવાનો અલગ-અલગ ટુકડીઓ બનાવી ને બંધ બાંધવામાં આવેલો હતો આ સાથે સંતરામપુર નગરમાં રામનવમીની ધામધૂમ પૂર્વક શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવેલ હતી ભાવિક ભક્તોમાં ઉલ્લાસ અને આનંદનો માહોલ જોવાઈ રહ્યો હતો.