સંતરામપુર નગરમાં રખડતાં પશુઓનો આંતક: બે આખલા વચ્ચેના યુદ્ધમાં 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત…

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

 

સંતરામપુર નગરમાં રખડતાં પશુઓનો આંતક: બે આખલા વચ્ચેના યુદ્ધમાં 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત…

 

કલાકો સુધી એક જગ્યાએ લડતા રહ્યા ચાર વ્યક્તિઓને નુકસાન પહોંચાડ્યું નાની મોટી ઇજા થઇ.

 

સંતરામપુર તા.04

 સંતરામપુરના ઘણા સમયથી રખડતા પશુઓનું આંતક મચાવી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમા રસ્તા ઉપર જ અડીખમ ઊભા થઈને લોકો સુધી હટવાનું નામ નથી લેતા સ્થાનિક નાગરિકોને અને રોડ ઉપર પાર્ક કરેલા વાહનોની મોટા પાયે નુકસાન કરતા હોય છે.અનેકવાર નગરપાલિકામાં આ બાબત રજૂઆત કરવા છતાં રખડતાં પશુઓના માલિકો ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.આના કારણે રાહદારીઓને નુકસાન પહોંચાડતા હોય છે.નગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને ડબ્બામાં પુરવામાં આવે અને સ્થાનિક લોકોને વાહનો અન રાહદારીઓને નુકસાન થતું અટકે આવા ભયંકર રખડતા ઢોરો થી જોખમકારક વધી ગયું છે મહિનામાં ઘણા લોકો આના ભોગ બન્યા છે.નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

Share This Article