
રાજેશ વસાવે દાહોદ
દાહોદ તાલુકાના ધામરડા ગામે વાડીમાંથી ટામેટા તોડવાની અદાવતે મારક હથિયારોથી સજ્જ 18 ઈસમોના ટોળાએ એક વ્યક્તિના ઘરે કર્યો હુમલો કરી મોટરસાયકલ સળગાવી:એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
દાહોદ તા.05
દાહોદ તાલુકાના ધામરડા ગામે વાડીમાંથી ટામેટા તોડવાની બાબતે થયેલ બોલાચાલી ની અદાવત રાખી મારક હથિયારો સાથે આવેલા ચાર મહિલા સહીત 18 ઈસમોના ટોળાએ એક વ્યક્તિના છુટા પથ્થરો વડે હુમલો મારી ઘઉના પૂળામાં મોટર સાઇક્લ ફેંકી દીવાસળી ચાપી મોટરસાઇકલ સળગાવી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી અને ધીંગાણું મચાવ્યાંનું જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ધામરડા રાહ ડુંગરી ફળિયાના રહેવાસી બાબુભાઈ મલાભાઈ ભાભોરની વાડીમાં હઠીલા કુટુંબના છોકરાઓએ ટામેટા તોડતા અનિલભાઈ ભાભોરે તે છોકરાઓને વાડીમાંથી ભગાડી મુકતા આ અંગેની અદાવત રાખી તેમનાજ ફળિયાના ( ૧ ) લીંબા ધનજી હઠીલા ( ૨ ) બચુ લીંબા હઠીલા ( ૩ ) બોડીબેન લીંબા હઠીલા ( ૪ ) દીવાન વસન હઠીલા ( પ ) વસન ભીમા હઠીલા ( ૬ ) ઈશ્વર રાળુ હઠીલા ( ૭ ) જવરસીંગ ભગા હઠીલા ( ૮ ) શૈલેષ મકન હઠીલા ( ૯ ) ભગા નાથા હઠીલા ( ૧૦ ) સુનિલ જવરસીંગ હઠીલા ( ૧૧ ) સવિન જવરસીંગ હઠીલા ( ૧૨ ) મનીષ મકન હઠીલા ( ૧૩ ) વિકાસ બચુ હઠીલા ( ૧૪ ) સંજય ભગા હઠીલા ( ૧૫ ) અર્જુન વિછીયા હઠીલા ( ૧૬ ) દુર્ગાબેન દીવાન હઠીલા ( ૧૭ ) કંકુબેન રાળુ હઠીલા ( ૧૮ ) સવિતાબેન વસન હઠીલા તમામ રહે.ધામરડા રાહડુંગરી ફળીયું તા.જી.દાહોદ ના સહિતના 18 ઈસમોના ટોળાએ મારક હથિયારો સાથે ઘસી આવી બાબુભાઇ તેમજ અનિલભાઈને માંબેન સમાણી ગાળો બોલી વસંત ભીમા હઠીલાએ લોખંડના સળિયાથી બાબુભાઇ પર હુમલો કર્યો હતો.તેમજ સાથે આવેલા અન્ય ઈસમોએ છુટા પથ્થરો માર્યા હતા તે સમયે હાજર કમાભાઈ રમસુ ભાઈ ભાભોરને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી.ત્યારબાદ બચુ ભાઈ લીંબાભાઈ હઠીલાએ બાબુભાઈની મોટર સાઇક્લ ને ઘઉંના પૂળા પર ફેંકી દીવાસળી ચાપી મોટર સાઇક્લ સળગાવી તેમજ ઉપરોક્ત ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી જતા રહ્યા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે દાહોદ તાલુકાના ધામરડા રાહડુંગરી ફળિયાના રહેવાસી બાબુભાઇ મલાભાઈ ભાભોરે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ ગ્રામ્ય પોલીસે ચાર મહિલા સહીત 18 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.