ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પંથકમાં સોનાની ચેઈન તોડવા માટે 10 દિવસનો લોકડાઉન જાહેર કરાયો
સંતરામપુર તા.07
સંતરામપુર નગરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકારી તંત્ર અને વેપારી ફરીથી 10 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો.
સંતરામપુર નગરમાં સતત કોરોનાની સંખ્યાનું પ્રમાણ વધારો થઈ રહ્યો છે.અને સંક્રમણને અટકાવવા માટે સરકારી સંસ્થા દ્વારા સંતરામપુર પ્રાંત કચેરીમાં મીટીંગ યોજવામાં આવી હતી.આ મિટિંગમાં સંતરામપુર સર્વ વેપારી મંડળ અને સંતરામપુર સરકારી તંત્ર પ્રાંત અધિકારી યાદવ, મામલતદાર આરોગ્ય અધિકારી ચીફ ઓફિસર અને પોલીસ તંત્ર સંયુક્ત તંત્ર આજરોજ બેઠક યોજીને સંતરામપુર માંથી કોરોનાની સંખ્યાનું પ્રમાણ ઘટાડવા અને સંક્રમણ થઈ શકે તેના અનુલક્ષીને આજે બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો તારીખ 8.5.2021 થી 17 મી મેં સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે.આવશ્યક ચીજવસ્તુઓમાં 08:00 બાર વાગ્યા સુધી ફ્રૂટ અને શાકભાજી ચાલુ રહેશે.અને મેડીકલ સેવાઓ આખો દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તથા સરકારી તંત્ર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવેલો છે.તંત્ર દ્વારા સુચના આપવામાં આવેલી કે સંક્રમણ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે ભીડ ભેગી કરવી નહીં સેનીટાઇઝર માસ્ક અવશ્ય ઉપયોગ કરવાનું છે.અને ઘરમાં જ રહેવાનું છે જો સરકારી નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો ફોજદારી ગુનો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાંત અધિકારી જણાવ્યું હતું.