
ઇલ્યાસ સેખ- સંતરામપુર
સંતરામપુર તાલુકાના શિક્ષકોનો પગારથી વંચિત રહેતા શિક્ષકોની હોળી બગડી..
સંતરામપુર તા.19
સંતરામપુર તાલુકાના ફરજ બજાવતા 1400 શિક્ષકોનો ફેબ્રુઆરીના માસનો પગાર ચૂકવવામાં આવ્યો જ નથી.આ કારણે શિક્ષકોનો સૌથી મોટો તહેવાર ઘણા તો હોળી તહેવાર બગડી ગઈ હતી.જેના લીધે શિક્ષક આલમમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી.વર્ષ દરમિયાન છ મહિના સુધી શિક્ષકોનો પગાર બીજા મહિનાની છેલ્લી તારીખ સુધીમાં કરવામાં આવે છે.શિક્ષક નો પગાર કરવામાં જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી જરાય રસ નથી બીજા જિલ્લા કરતે સંતરામપુર તાલુકાના એવો તાલુકો છે.જ્યાં વર્ષોથી પ્રથા પડી ગયેલી છે શિક્ષકોને પગાર કરવા માટે બાય બાઈ બાઈ ચારણી કરવી પડતી હોય છે મહિસાગર જિલ્લામાં દરેક તાલુકામાં રેગ્યુલર પગાર થતો હોય છે.પરંતુ સંતરામપુર તાલુકામાં બે મહિના પુરા થઇ થઈ જાય છે.પરંતુ પગાર કરવામાં આવતો નથી તાલુકા શિક્ષણ અધિકારીની અને ક્લાર્કની વહીવટી કામગીરીમાં નબળી હોવાના કારણે અને બેદરકારીના કારણે આજે 1400 શિક્ષકો અને તેમના પરિવારનો આજે હોળી ફીકી રહી હતી.શિક્ષણ ખાતા કોઈપણ કામગીરી રેગ્યુલર અને સમયસર પૂરી કરવામાં આવતી જ નથી સંખ્યાબંધ અન્ય કામગીરી પણ પેન્ડિંગમાં જોવાઇ રહી છે શિક્ષકો આવી કાળઝાળ મોંઘવારીમાં પગાર માટે ફાફા મારવા પડે છે.આના કારણે આજે શિક્ષકો પોતાનું મન મૂકીને હોળીનો તહેવાર કરી શક્યા નહીં શિક્ષણ અધિકારી અને સ્ટાફ ક્લાર્કની બેદરકારીનું કારણ બન્યું હતું.