ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં રખડતા પશુઓનો રસ્તા વચ્ચે અડિંગો:વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા..
સંતરામપુર તા.13
સંતરામપુરમાં ચોમાસા દરમિયાનમાં રખડતા પશુઓ બેસવા માટે ચોખ્ખી જગ્યા જોઈને રખડતા પશુઓ ધામા મારીને અને અડિંગો જમાવીને રસ્તાની વચ્ચોવચ બેસી જતા હોય છે.અને આ ઘટના છેલ્લા ઘણા સમયથી સંતરામપુરમાં જોવા મળી આવેલી છે આવા રખડતા પશુઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે ખાસ કરીને મોટા બજાર વિસ્તાર બસ સ્ટેન્ડ ચાર રસ્તા ગોધરા ભાગોળ ટાવર રોડ આવી વિવિધ વિસ્તારોમાં જ્યાં જગ્યા ચોખ્ખી જોવા મળે રસ્તાની વચ્ચોવચ અડીંગો જમાવી દેતા હોય છે અને વાહન ચાલકો હોર્ન મારી મારીને થાકી જતાં પણ હટવાનું નામ ના લેતા હોય છે આવી પરિસ્થિતિ સંતરામપુરમાં જોવા મળતી હોય છે જ્યારે વાહન ચાલકો પશુઓને હટાવવાનો પ્રયત્ન કરે તો સામે હુમલો કરતા હોય છે અને કેટલીક વાર તો આવા રખડતા પશુઓથી અને વાહનચાલકો તેના ભોગ પણ બન્યા છે પરંતુ નગરપાલિકા આ બાબતનું કોઈ ધ્યાન આપવા તૈયાર જ નથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો અનેકવાર પાલિકામાં જાણ કરી તેમ છતાં લોકોની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે પશુઓના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે પરંતુ પાલિકા તંત્ર ઊંઘી રહી છે સંતરામપુર પ્રત્યે કંઈ ધ્યાન આપવા તૈયાર નથી લોકોની માંગણી છે કે રખડતા પશુઓ રસ્તો ખુલ્લો રાખે અને પશુઓ માટે બીજી વ્યવસ્થા કરાય જેથી કરીને લોકોને મુશ્કરીના ઊભી થાય તેવી લોક માંગણી ઉભી થયેલી છે.