ઈલ્યાસ શેખ :- સંતરામપુર
વિકાસના કામમાં ગોબાચારી..??સંતરામપુર નગરપાલિકા દ્વારા ₹80 લાખના ખર્ચે બનાવેલો CC રોડ વરસાદમાં ધોવાયો…
હડમત ફળિયાનો રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો અને ગાબડા પડ્તા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો..
સંતરામપુર તા.૧૭
ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને નગરજનોને પ્રાથમિક સુવિધા મળી રહે તેના હેતુથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે પરંતુ નગરપાલિકાની મીલી ભગતના કારણે કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશો ભેગા મળીને રોડની કામગીરીમાં ગુણવત્તા વગરની કામગીરી કરી હોય તેવું જોવા મળી રહ્યો છે.જેમાં વર્ષોથી હડમત ફળિયાની રસ્તાની માંગણી હતી.અને તેને મંજૂર કરવામાં આવ્યો ત્યારે અને થોડા સમય અગાઉ જ આ રસ્તો બનાવવામાં આવેલો હતો.અને આર.સી.સી રસ્તા પાછળ આ પાલિકાએ ₹80 લાખના ખર્ચે બનાવેલા સીસી રોડમાં હલકી ગુણવત્તાનો મટીરીયલ વાપરતા આખરે વરસાદમાં સીસી રોડ ધોવાઈ જતા ઠેર-ઠેર ખાડાઓ અને ધૂળ ડમરી અને કાકરી નીકળતી જોવા મળી આવતા નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ભેગા મળી રસ્તાની કામગીરીમાં ગોબાચારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં તથ્ય કેટલું..? જોકે નગર નિયોજનમાં પણ આ અંગેની લેખિતમાં પણ રજૂઆત કરી હતી. નગરમાં એક જ ચર્ચાએ રહેલું છે કે સરકાર દ્વારા કરોડ રૂપિયાની ગ્રાન્ટો ફાળવતી હોય છે . તેમ છતાં વિકાસના કાર્યોમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરી ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે રસ્તો બનાવ્યા પછી રસ્તાની કામગીરી દરમિયાન સરકારમાંથી ફાળવેલા ટેકનિકલ આસિસ્ટન્ટ સ્થળ ઉપર હાજર રહેવાનું હોય છે અને ગુણવત્તા તપાસ કરવાની હોય છે અને તેની અલગ પ્રકારની ટીમ બનાવવામાં આવતી હોય છે પરંતુ અહીંયા તો લોલમપોલ જોવા મળી આવેલી હતી. રસ્તાની કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર કે ટેકનિકલ આસિસ્ટન્ટ કોઈપણ ફરક્યું પણ ન હતું આવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી સરકારના રૂપિયા 80 લાખ ખર્ચેલા હવે વરસાદના પાણીમાં ધોવાઈ ગયા તેવી પરિસ્થિતિ જોવાયેલી છે જો સરકારના ૮૦ લાખ રૂપિયા આવી રીતે વેડફાટ થયેલા છે તો આ અંગેની વિજિલન્સ નગર નિયોજન દ્વારા ગુણવત્તા તપાસ થવી જોઈએ જેથી કરીને ખ્યાલ આવી શકે કે આ રસ્તાની અંદર કેટલી કામગીરી ગુણવત્તાવાળી છે તે ખરેખર હવે તપાસનો વિષય બન્યો છે