ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં વરસાદનું આગમન થતા પહેલા જ માવઠું થતા જ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા…
ચોમાસા દરમિયાનમાં સંતરામપુરની પ્રજા કેટલી મુશ્કેલી વેઠશે..??મોટો સવાલ..!!
સંતરામપુર તા.19
સંતરામપુરના ગોધરા ભાગોળ વિસ્તારમાં સ્ટેટ વિભાગ દ્વારા રૂપિયા ૧૨ લાખ ખર્ચીને વરસાદીએ પાણીનો નિકાલ માટે ગટર બનાવીને તે પણ ગાયબ છે.જ્યારે બીજી બાજુ રૂપિયા 17 કરોડ ખર્ચીને ગુજરાત સરકાર જી.ઓ.ડી.સી દ્વારા યોજના પણ જાહેર કરેલી તે પણ કામ સંપૂર્ણ પૂરો થઈ ગયો છે. પરંતુ નગરની પ્રજાને તો મુશ્કેલી તો ઉભી જ રહી સરકારે યોજના પાછળ કરોડતા ખર્ચા પણ તેનો લાભ સંતરામપુર ને મળ્યો જ નહીં તે સૌથી મોટી વિચારી બાબત રહી છે.સરકારની યોજના પાછળ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરોડ રૂપિયા ખર્ચીને નગરમાં કરેલી કામગીરીમાં હવે અનેક સવાલો ઊભા થઈ રહેલા છે આ જ ગુજરાત બોર્ડ વિસ્તારમાં રોડ રીપેરીંગ માટે પણ મોટી રકમ ખર્ચ કરેલી તેમ છતાં વરસાદી પાણીનો નિકાલતો ના થયો નગરની પ્રજા છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી તૂટેલા રસ્તાઓ અને અમે અનેક મુશ્કેલીઓ દિન પ્રતિ દિન ભોગવતી જાય છે પરંતુ આદિન સુધી તેનો કોઈ નિરાકરણ આવેલું જ નથી આવા ગંભીર પ્રશ્નો સંતરામપુર નગરમાં જોવા મળી આવેલા છે મંગલજો સોસાયટી અંદરના ભાગે જ્યારે આરસીસી રસ્તો બનાવ્યો ગેટની અંદર જવા માટે પાણીનું તળાવ જોવા મળી આવ્યું છે દરેક સોસાયટીના રહીશોને આ તળાવમાં પસાર થઈ જવું પડે છે એનો તો કોઈ નિકાલ જ નહીં જ્યારે બીજી બાજુ ગોધરા ભાગોનો મુખ્ય રસ્તો જ્યાં 24 કલાક સ્કુલ હોય ઓફિસર હોય કર્મચારી હોય કોલેજના વિદ્યાર્થીઓ હોય મોટાભાગના લોકો આ જ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે એ તેની બાજુમાં જ વર્ષો પહેલા પંચાયત વિભાગ દ્વારા ૧૨ લાખ ખર્ચીને વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવેલી પરંતુ તે પણ હવે ગાયબ થઈ ગઈ છે આ બધા પાઠ્યનું કારણ સરકારી તંત્રની ઘોર બેદરકારી જોવાયેલી છે પરંતુ સંતરામપુરના લોકો ક્યાં સુધી મુશ્કેલી બેઠ છે તે પ્રશ્નો ઉભો થયેલો છે.