ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર સરકારી વસાહતના ગવર્મેન્ટ ક્વાટર્સ ડીમોલીશનની કામગીરી ખોરંભે પડી..
જર્જરીત પડેલા સરકારી વસાહતના ક્વાર્ટર અંગે કોઈ નિર્ણય ન લેવાતા અસામાજિક તત્વો માટેના અડ્ડા બન્યા..
સંતરામપુર તા.19
સંતરામપુર સ્ટેટ વિભાગ દ્વારા દસ વર્ષ પહેલા અગાઉ સરકારી કર્મચારીઓને ખાલી કરાવેલા પરંતુ આજના સુધી કોઈ કાર્યવાહી નહીં. Lઆ ગવર્મેન્ટ કોટર્સને સરકારી ક્વાટર્સ ડીસમેન્ટલ કરવામાં આવ્યા નથી આજે તમામ ક્વાટર્સ જર્જરીત હાલતમાં જોવા મળી આવેલી છે. આ સ્થળ પાસે રાત્રિના સમયે અસામાજિક તત્વોનો ખરાબ પ્રવૃત્તિ કરવા માટેનો બેફામ અડ્ડો બની ગયો છે. ઘણા સમય પહેલા આજ બિલ્ડીંગની અંદર હત્યા થઈ હતી.અને ગુનો પણ દાખલ કરેલો હતો એક બાજુ ધાર્મિક સ્થળ અને બીજી બાજુ આજુબાજુ સોસાયટી આવેલી છે ત્યારે આવા ખંડેર અવસ્થામાં ક્વાટર્સ જોખમકારક જોવા મળી આવેલું છે.અને તેને આ જગ્યા ઉપર ખોટી રીતે તેનો દૂર ઉપયોગ પણ થઈ રહેલો છે. સ્ટેટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓને ખાલી કર્યા પછી આજ દિન સુધી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી.અને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલો નથી.જેના કારણે આવા બિલ્ડીંગોમાં ક્રાઈમ અને અનેક ઘટના બની શકે તેવી સંભાવના જોવાયેલી છે.