Saturday, 27/07/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ટીમરવા ગામે જંગલની જમીનમાં રાત્રિના સમયે રસ્તો કાઢતાં jcb જપ્ત કરાયું

March 4, 2022
        357
સંતરામપુર તાલુકાના ટીમરવા ગામે જંગલની જમીનમાં રાત્રિના સમયે રસ્તો કાઢતાં jcb જપ્ત કરાયું

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તાલુકાના ટીમરવા ગામે જંગલની જમીનમાં રાત્રિના સમયે રસ્તો કાઢતાં jcb જપ્ત કરાયું

સંતરામપુર તા.04

સંતરામપુર તાલુકાના આવેલું ટિમરવા ગામે ૧૭૦ જંગલની જમીનમાં સરકારી વનવિભાગ તંત્રને મંજૂરી વિના બારોબાર રાત્રિના સમયે જઈને જંગલની જમીનમાં રસ્તો કાઢવા માટે જેસીબી દ્વારા ખોદી નાખવામાં આવ્યું હતું આ જંગલની જમીનમાં 9 સા ગી વૃક્ષો અને એક લીમડો કુલ મળીને નવ હજાર રૂપિયાનું આશરે નુકસાન કર્યું હતું. જેસીબી દ્વારા ઉછરેલા વૃક્ષોને ઉખાડી કાઢી નાખ્યા હતા.આના કારણે મોટાપાયે નુકસાન થયું હતું ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન માં જંગલની જમીનમાં રસ્તો કાઢતાં તાત્કાલિક jcb બંધ કરી દીધું.અને ઘટના સ્થળે પહોંચીને જેસીબી ને ફોરેસ્ટ વિભાગે કબજામાં લઇ ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાંના સરપંચ કાંતિભાઈ અને મહેશકુમાર લક્ષ્મણ ડામોર જેસીબીના ડ્રાઇવરની આ અંગેની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પૂછપરછ કરી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી જંગલની જમીનમાં વૃક્ષો અને સરકાર દ્વારા ખર્ચ કરાયેલું પ્લાન્ટેશન પણ તોડી પાડ્યો હતો પ્લોટ ને મોટા પાયે નુકશાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!