
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
શિક્ષક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે- કુબેરભાઇ ડીંડોર શિક્ષણ મંત્રી
સંતરામપુર તા.08
દલિયાટી પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરે આચાર્યની વય નિવૃત્તિ નિમિત્તે હાજરી આપી….
સંતરામપુર તાલુકાના દલીયાટી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા અને આચાર્ય તરીકે કાર્યરત રમેશ ભાઇ પ્રજાપતિના વિદાય સમારંભમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે હાજરી આપી હતી વિદાય સમારંભ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદાય સમારંભમાં ઉપસ્થિતિને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે સંબોધીને જણાવ્યું હતું શિક્ષક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે ગુજરાતની સરકારે દીકરીઓ માટે મફત શિક્ષણની સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે વર્ષમાં દીકરીઓને ગણવેશના ભાગરૂપે રકમ પણ સરકાર વિદ્યાર્થીઓને આપે છે ગુજરાત સરકારે નોટ પેનથી લઈને બધું જ મફત મળી રહે તેવી અભ્યાસ અર્થે સુવિધા કરી છે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત દીકરીઓને બચાવવાનું કામ સરકારે કર્યું છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી અને કોમ્પ્યુટર નું જ્ઞાન મળે તે માટે એક્સેલ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે કોંગ્રેસની સરકારે 75 વર્ષ સુધી કશું જ કર્યું નથી ત્યારે ભાજપ સરકારે તમામ ક્ષેત્રે વિકાસ કર્યો હોવાનું કહી શિક્ષક એ કર્મચારી નથી પરંતુ રાષ્ટ્રનિર્માતા છે એવું કહી બે જ વ્યક્તિઓનું સન્માન થાય છે જેમાં શિક્ષક અને સૈનિક નો સમાવેશ થાય છે આવનાર સમયમાં શિક્ષણનું સ્તર સુધરે ટેકનોલોજી સાથેનું શિક્ષણ વિદ્યાર્થીને મળી રહે તે માટે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.દળીયાટી પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકની વય નિવૃત્તિ પસંદગી હાજરી આપતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર નજરે પડે છે.