ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરના ધાર્મિક સ્થળ પાસે સ્વચ્છતાનો અભાવ: સ્વચ્છતા અંગે પાલિકાતંત્ર વામણું પુરવાર થયું:ધર્મપ્રેમીઓની આસ્થાની લાગણી દુભાઈ…
ગરબાડા તા.22
ભારત દેશના વડાપ્રધાને દેશભરમાં સ્વચ્છ રાખવા માટેનું બીડુ ઝડપ્યું સ્વચ્છતા નું મિશન શરૂ થતું નગરપાલિકાથી શરૂઆત થતી હોય છે અને ગુજરાત સરકાર દ્વારા નગરને સ્વચ્છ રાખવા માટે મોટી સંખ્યામાં રકમ ફાળવવામાં આવતી હોય છે.પરંતુ પાલિકા પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયેલી છે આ જ રીતે આજરોજ સંતરામપુર નગરમાં સુખી નદીની બાજુમાં પ્રાચીન વખતનું ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે વર્ષોથી ધર્મ પ્રેમીઓ દર્શન કરવા માટે સવાર સાંજ આવતા હોય છે પરંતુ આ મંદિરની આસપાસ અને તેની બાજુમાં મોટી સંખ્યામાં કચરાના ઢગલાઓ અને ગંદુ પાણી ગટરનું નીકળતું જોવા મળી આવેલો છે આવા આસ્થા ધાર્મિક સ્થળો પાસે આવી પરિસ્થિતિ જોવાતા લાગણી દુર્ભાવી તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે વર્ષો પહેલા ખોડીયાર માતાના મંદિરે લોકો દર્શન પણ કરતા હતા અને દર્શન કર્યા પછી આ નદીનું પાણી નો વિવિધ કામોમાં ઉપયોગ કરવામાં આવતું હતું પરંતુ નગરપાલિકાની નિષ્કાળજી અને બેદરકારીના કારણે આ નદીમાં હવે મોટા પ્રમાણમાં કચરા ના ઢગલા અને ગટરનું પાણી જોવા મળી આવેલું છે ધાર્મિક સ્થળ પાસે પણ નગરપાલિકા સફાઈ અને સ્વચ્છ કરવા તૈયાર જ નથી ગમે ત્યારે પણ દર્શન કરવા માટે આવતા લોકોને અને દુર્ગંધ વીઠવી પડતી હોય છે મંદિરની આજુબાજુ સફાઈ કરવામાં આવે ધર્મ પ્રેમીઓની માંગ છે ખોડીયાર માતાજીના દર્શન તો કરવા હોય તો દુર્ગંત વિઠવી જ પડે આ જ પરિસ્થિતિ જોવા મળી આવેલી છે.