ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ભાણાસીમલ ગામે પાંચ પશુઓનું દીપડાએ મારણ કરતા લોકોમાં ભય…
વન્યપ્રાણી દીપડાએ મકાનના ઢાળિયામાં બાંધેલા પશુઓનું મારણ કરતાં ગામજનોએ દીપડાને પાંજરે પુરવા વન વિભાગને કરી રજૂઆત.
સંતરામપુર તા.11
સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે પાંચ પશુઓનું દીપડાએ મારણ કર્યું હતું. જેમાં ડામોર ભરતભાઈ ગલાભાઈ ભાણા સીમલ ગામના વચલા ફળિયામાં રહેતા રાત્રિના સમયે પોતાનું મકાન બંધ કરીને સુઈ રહેલા હતા અને બાજુની મકાનમાં ઓરડીમાં બકરાવો પશુઓ બાંધેલા હતા અચાનક રાતીના સમયે દીપડો આવીને દરવાજાને ધક્કો મારી ઓરડીમાં બાંધેલા પશુઓ પર હિંસક હુમલો કરીને પાંચ જેટલા પશુઓનું મારણ કર્યું હતું. ઘરના માલિક આ ઘટનાની જાણ થતા વન વિભાગમાં જાણ કરી હતી પરંતુ સૌથી મોટી પ્રશ્ન એ છે કે સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે આંતરિયા અને જંગલ વિસ્તારમાં અવારનવાર જંગલી પશુઓનો ભય રહે છે અને દિપડો આવીને હિંસક હુમલો કરતો હોય છે છેલ્લા ત્રણ દિવસથી આવી ઘટના બનતા જ ગામના લોકો પોતાના પરિવારની અને પોતાની જાનહાની બચાવવા માટે વારા કરીને રાત્રિના સમયે પેટ્રોલિંગ અને જાગરણ કરે છે દીપડાના આવી ઘટનાથી ભાણા સિમલ ગામના વચલા ફળિયામાં રહેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવાઈ રહેલો છે ગ્રામજનો માંથી મળતી માહિતી મુજબ કહેવું છે કે અવારનવાર ઘણીવાર આવીને પશુઓને હિંસક હુમલો કરીને ભોગ બનાવે છે અને દિપડાઓ અમારા વિસ્તારમાં વધુ પડતા જોવા મળી રહેલા છે અને અમારા આવા ગીચ જંગલમાં વન વિભાગના કર્મચારીઓ અને બીજગગાળ દ્વારા પેટ્રોલિંગ કરવામાં નથી આવ્યો તેવું ગ્રામજેનોઈ આક્ષેપ કર્યો હતો આવી ઘટનાના મને અમને અમારા પરિવારની સંપૂર્ણ સુરક્ષા મળે અને સાવચેતી સલામતી જળવાય તે માટે રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ અને પાંદડું મૂકવામાં આવે તેવું ભાણાસીમલ ગામના લોકોએ માંગણી કરી છે.