ઈલ્યાસ શેખ, સંતરામપુર
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની મહીસાગર જિલ્લા ખાતે માર્ગદર્શક મુલાકાતે આવ્યા
રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન છે,સંગઠન દ્વારા અનેકવિધ સામાજિક સેવાના રચનાત્મક કાર્યો કરી રહ્યું છે. આજરોજ રાજ્ય સંગઠનની ટીમ અલગ અલગ જિલ્લાઓના મુલાકાત પ્રવાસ દરમિયાન આજરોજ મહીસાગર જિલ્લાની પણ મુલાકાત કરવામાં આવી ,અને મહીસાગર જિલ્લાના સંગઠનના કાર્યકર્તાઓ ને માર્ગદર્શન કરવામાં આવ્યું. આજની બેઠકનું સ્થળ રેમ્બલર એકેડમી, સંકલ્પ હોટેલ ની બાજુમાં, નંદન આર્કેડ , મોડાસા રોડ, લુણાવાડા ખાતે બેઠક કરવામાં આવી મહિસાગર જિલ્લાની મુલાકાતે આવેલ રાષ્ટ્રીય શૈ. મહાસંગ ગુજરાત નું રાષ્ટ્રીય શૈ. મહાસંઘ મહીસાગર ના તમામ તાલુકા અને જિલ્લા ના હોદ્દેદારો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મા સરસ્વતી આરાધના અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી .જેમાં પ્રાથમિક શૈ.મહાસંઘ ના અધ્યક્ષ શ્રી માનનીય ભીખાભાઈ પટેલ સાહેબ, રાષ્ટ્રીય શૈ. મહાસંગ ગુજરાતના સંગઠન મંત્રી સરદારભાઈ મછાર સાહેબ માધ્યમિક શૈક્ષિક મહાસંગના અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી સાહેબ પ્રાથમિક શૈક્ષિક મહાસંગ આણંદ મહામંત્રી પરેશભાઈ પટેલ. ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લાના સંગઠનના તમામ તાલુકા અને જિલ્લા ના હોદ્દેદારો કાર્યકર્તાઓ ને રાજ્ય સંગઠન વતી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોની વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જેને રાજ્ય સંગઠનની ટીમે નોંધ લીધી હતી.
ત્યારબાદ પ્રાથમિક શૈ. મહાસંગના અધ્યક્ષ માનનીય ભીખાભાઈ પટેલ સાહેબ દ્વારા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સંગઠનની કામગીરી અને શૈક્ષણિક સુધારાઓ શિક્ષકો નું શિક્ષણમાં યોગદાન સમાજમાં સંગઠનનું યોગદાન તેમજ આપણું સંગઠન સમાજમાં અને શિક્ષણમાં કેવી રીતે રચનાત્મક કાર્ય કરી શકે કરી રહ્યું છે, તે તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા અંતે સંઘગાન કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવા માં આવ્યો.*જય સંગઠન જય શિક્ષક.