ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામે મહાશિવરાત્રીનો મેળો ભરાયો.
સંતરામપુર તા.18
આજરોજ સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામે ભિલોડિયા મહાદેવ વર્ષો જૂનું પરંપરાગત રીતે આવેલું આ મંદિર માં શિવરાત્રી ની પૂજા કરવા માટે દૂર દૂરથી ભાવિ ભક્તો ઉમટી પડતા હોય છે અને આ મંદિરમાં જે પણ મનોકામના રાખવામાં આવે તે પૂર્ણ થતી હોય સરસણ ગામના આ ભિલોડીયા મહાદેવ મંદિરમાં સવારથી દર્શન કરવા માટે ભારે ઘસારો જોવા મળેલો હતો ત્યાર પછી દિવસભર શિવરાત્રીનો મેળો ભરાયો હતો જેમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ લગાવીને વ્યાપારીઓ પણ આવી પહોંચેલા હતા મેળામાં સૌથી વધારે શેરડી અને ખજૂરનું વેચાણ વધુ થવા પામેલું હતું આ શિવરાત્રીનો મેળો સંતરામપુર તાલુકાના સરસણ બાબરી ખેરવા આનંદપુરી નજીક સલખડા મહાદેવ ના દરેક જગ્યાએ મેળો ભરાતો હોય છે મોટી સરસણ તળાવ પાસે મંદિર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી અને શિવરાત્રી મેળામાં લોકો ઊંચી પડ્યા હતા અને આનંદ મેળવેલો હતો જ્યારે બીજી બાજુ સવારે સંતરામપુર મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે દર્શન કરવા માટે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી