ઇલ્યાસ શેખ :- સંતરામપુર
શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે વતન સંતરામપુર ખાતે પતંગ ચગાવી બાળકોને જમાડી પતંગ દોરી વિતરણ કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરી
સંતરામપુર તા.14
આજે મકરસંક્રાંતિનો પર્વ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પતંગ ઉડાવી ઉતરાયણ પર્વની ઉજવણી કરી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે પણ પોતાના વતન ખાતે ઉતરાયણ પર્વની ઉજવણી કરી છે. શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ એ પોતાના વતન સંતરામપુર ખાતેના કાર્યકર્તાઓ અને ફેમિલી સાથે પતંગ ઉડાવી આનંદ ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી.
મકરસંક્રાતિના આ પાવન પર્વ પર રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે પણ પતંગ ચગાવી દાન પુણ્ય કરી આજના તહેવારને પરિવારજનો, મિત્રો,બાળકો,અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી.
રાજ્ય શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર દ્વારા પ્રથમ સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે રાવળ સમાજના પરિવારના બાળકોને જમણવાર પીરસ્યું બાળકોને પતંગ આપ્યા ત્યારબાદ હિરાપુર ગામે મહિલાઓને સાડી વિતરણ કરી શાળાના બાળકોને પતંગ આપ્યા હિરાપૂર ગામે કુબેરભાઈએ પરિવારજનો,મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉતરાયણના આ પર્વની ઉજવણી કરી અને ત્યારબાદ સંતરામપુરના વાલ્મીકિ સમાજના પરિવારો સાથે મુલાકાત કરી ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી ખબર અંતર પૂછ્યા તેમજ કુંભારવાડા ખાતે પણ મિત્રો સાથે પતંગ ચગાવી આજના દિવસની ઉજવણી કરી હતી.