મનરેગા અંતર્ગત વર્ષ 2022 23 માટે લેબર બજેટ બનાવવા વર્કશોપ યોજાયો
મનરેગા યોજના એ ભારત સરકારને ગ્રામીણ લોકોને રોજગારી આપવા માટેનું ઘણી મહત્વની યોજના છે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારના ગરીબ કુટુંબોને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની જોગવાઈ અને ગેરંટી આપેલ છે. આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતો પોતાના વિસ્તારમાં આવતા તળાવોનું ઊંડાણ કરવાનું કામ, ખેતીવાડી અને જમીન સુધારણાનું કામ, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના કામો નું આયોજન કરી શકે છે. આ આયોજન કરવા માટે સંતરામપુર તાલુકાના મનરેગા વિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ એફઇએસ સંસ્થાના કાર્યકરો સાથે મળીને વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં છેવાડાના ગામના દરેક ગરીબ કુટુંબને આગામી વર્ષ 2023 24 માં છેવાડાના ગામોના દરેક કુટુંબોને કઈ રીતે રોજગારી પૂરી પાડી શકાય આને કેવા પ્રકારના કામોની જરૂરિયાત છે તે જાણવા માટે કોમ્યુનિટી રિસોર્ટ પર્સન એટલે કે સીઆરપીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સીઆરપી મિત્રો ગ્રામ પંચાયત સાથે મળીને દરેક ગામમાં અને ફળિયામાં મીટીંગ કરીને રોજગારની જરૂરિયાત ધરાવતા લોકોની યાદી તથા કરવાના થતા કામોની યાદી બનાવશે. આ યાદી અને બજેટના આધારે ગ્રામ પંચાયતો ગ્રામ સભામાં ચર્ચા કરીને તેને લેબર બજેટમાં સમાવેશ કરવા માટે તાલુકા પંચાયતને સોંપશે.
આ વર્કશોપ ને સફળ બનાવવા માટે મનરેગા ટીમ, તાલુકા વિકાસ અધિકારી, સંતરામપુર તાલુકા એફી એ સંસ્થાનો સહયોગ મળ્યો હતો.