ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પંથકમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ: સ્થાનિક વહીવટી તંત્રનો ભેદી મૌન..!!
સંતરામપુર તા.02
સંતરામપુરમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બજારોમાં વેચાણ થતી અને યથાવત જોવાઈ રહેલી છે. સરકાર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને તેનો ઉપયોગ પણ કરી શકાતો નથી ચાઈનીઝ દોરી ઘાતક અને જોખમી કરક છે તેનો ઉપયોગ કરવાથી જાનહાની પણ થઈ શકે છે અને વધારે નુકસાન થવા પામતું હોય છે પ્રતિબંધ મૂકેલી ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરવો ગેરકાનોની અને ગુનો બનતો હોય છે અને સંતરામપુરના વેચાણ પર કરી શકતા નથી જો ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુકેલો હોય તો બજારમાં ખાનગી ધોરણે તેનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે આજે જ સંતરામપુર સોસાયટી વિસ્તારમાં પતંગ અને દોરી ચાઈનીઝ જોવા મળી આવેલી હતી તંત્ર જાણ અજાણ થઈ રહ્યું છે ચાઈનીઝ દોરી નો મોટી રકમ વસૂલ કરીને વેપારીઓ ખાનગી ધોરણે ધૂમ વેચાણ કરી રહ્યું છે તેમ છતાં તંત્ર કેમ છો? આ બાબતની તપાસ કેમ થતી નથી જો દરેક દુકાનોમાં અને ખાનગી ધોરણે તેની તપાસ કરવામાં આવે તો મોટાભાગની ચાઈનીઝ દોરી નો માલ અને જથ્થો મળી આવે તેમ છે