Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ડોળી ગામે ગેરકા મામલતદાર દ્વારા આકસ્મિક ચેકિંગ દરમિયાન ઇન્ડિયન ગેસના એજેન્સીવાળા ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના સિલિન્ડરનું રીફીલિંગ કરતા પકડાયા..

December 20, 2022
        476
સંતરામપુર તાલુકાના ડોળી ગામે ગેરકા મામલતદાર દ્વારા આકસ્મિક ચેકિંગ દરમિયાન ઇન્ડિયન ગેસના એજેન્સીવાળા ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના સિલિન્ડરનું રીફીલિંગ કરતા પકડાયા..

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના ડોળી ગામે ગેરકા મામલતદાર દ્વારા આકસ્મિક ચેકિંગ દરમિયાન ઇન્ડિયન ગેસના એજેન્સીવાળા ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના સિલિન્ડરનું રીફીલિંગ કરતા પકડાયા..

મામલતદાર ની ટીમે આકસ્મિક તપાસ દરમિયાન 41 બોટલો જપ્ત કરી બે ગેસ એજન્સીઓ સામે કાર્યવાહી હાથ ધરી

સંતરામપુર તા.20

સંતરામપુર તાલુકાના ડોળી ગામે સંતરામપુર મામલતદાર આકસ્મિક તપાસ હાથ ધરતા ઇન્ડિયન ગેસની 41 બોટલ મળી આવતા રેકડો અને ગોડાઉન સીલ કરવામાં આવ્યો હતો. જેમાં બે ગેસ એજન્સીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંતરામપુર તાલુકાના ડોડી ગામે પરમાર જયંતીભાઈ પુંજાભાઈ ગેરકાયદેસર રીતે જાહેર માર્ગો પર પત્રનું ગોડાઉન બનાવીને જ્યાં દરેક વ્યક્તિની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે આવા વિસ્તારમાં ગેસની બોટલની ગેરક રીતે વેચાણ કરવા માટે ખોલી રાખેલી હતી ગોધરાના ઘનશ્યામ ગેસ એજન્સી અને મૈત્રી ગેસ એજન્સીની 99 નંગ ચોપડીઓ જપ્ત કરેલી હતી અને ૪૧ બોટલ મળી આવેલા હતા સંતરામપુર મામલતદાર પચાસ હજારનો મુદ્દામાલ જપ કરેલો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અનલિગલી ગેસની બોટલની વેચાણ હાથ ધરેલું હતું અને કોઈ પણ પ્રકારની ડીલરશીપ લીધેલી ન હતી. અને ઊંચા ભાવે બોટલનું વેચાણ પણ કરતા હતા સંતરામપુર મામલતદાર આકસ્મિત મુલાકાત લઇ ગોડાઉનને સીલ કરેલો હતો સંતરામપુર મામલતદાર સંગાડા સાહેબ નાયબ મામલતદાર ધવલભાઇ પટેલ અને તેમની ટીમ એ ગેરકાયદેસર રીતે ઇન્ડિયન બોટલની ગેસની એજન્સી ચલાવનાર સામે કાર્યવાહી કરી અને મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!