સંતરામપુર તાલુકાના ખેડૂતો માટે આવકનો સ્ત્રોત એટલે સૌથી વધારે વેચાણ થતુ ડુંગળીનું ધરું….

Editor Dahod Live
2 Min Read

ઈલ્યાસ શેખ, સંતરામપુર 

 

સંતરામપુર તાલુકાના ખેડૂતો માટે આવકનો સ્ત્રોત એટલે સૌથી વધારે વેચાણ થતુ ડુંગળીનું ધરું….

સંતરામપુર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો અને ખાસ કરી ગામડા ના ખેડૂતો ભૂગેડી ગોઠી બા હીરાપુર વગેરે ગામોમાં ખેડૂતો વધારે પોતાના ખેતરમાં ડુંગળીનું ધરું અને અલગ અલગ પ્રકારના શાકભાજીના ધરુ જે રીંગણ ટામેટા વગેરે સંતરામપુર ખાતે મંગળવારે હાર્ટ અને ખાસ કરીને સામાન્ય દિવસોમાં પણ સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ધરુંનો વેચાણ કરવામાં આવતું હોય છે ડુંગળીનું ધરું ₹20 નો કિલો નો ભાવે માર્કેટમાં વેચાતું હોય છે ગામડાના લોકો તેને ઘરે લઈ જઈને પોતાના ખેતરમાં તેની રોપણી કરી અને માધબર ડુંગળીનો પાક કરતા હોય છે આ રીતે સંતરામપુર તાલુકામાં વિવિધ ગામોમાં હવે ધીરે ધીરે ખેતીના પાક ઉપર ખેડૂતો ફરીથી આવરી રહ્યું છે આના કારણે ખેડૂતો માટે પોતાના ખેતરમાં જ ડુંગળીનો પાક કરીને ઘર વપરાશ માટે અને બજાર માટે વેચાણ કરવા ડુંગળીનો પાક કરતા હોય છે આજે મોટી સંખ્યામાં ઠેર ઠેર સવારે 5:00 વાગ્યાથી સાંજ સુધી ગામડાના ખેડૂતો ડુંગળી અને વિવિધ પ્રકારનું ધરો વેચાણ કરવા માટે સંતરામપુરમાં આવી જતા હોય છે આજે મોટી સંખ્યામાં સંતરામપુરના અલગ અલગ વિસ્તારોમાં ગોધરા ભાગોળ પ્રતાપુરા લુણાવાડા રોડ વિવિધ વિસ્તારોમાં ધરુ ના રોપનો પથારો મારીને મોટી સંખ્યામાં વેચાણ કરતા હોય છે ખેડૂતો માટે હવે આવક મેળવવા માટે ડુંગળીના પાક ઉછેર કરવા માટે તેના પર વર્ગી રહેલા છે.

Share This Article