બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં ગુરુ ગોવિંદની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ.
ગુરુ ગોવિંદના જીવન અને તેમના કાર્યો વિશે બાળકોને માહિતગાર કરાયા.
સુખસર,તા.20
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં આદિવાસી સમાજના સમાજ ગુરુ,શુભચિંતક અને રાષ્ટ્રનેતા એવા ગુરુ ગોવિંદ કે જેઓને જન્મભૂમિ ભલે રાજસ્થાન હોય પણ કર્મભૂમિ ગુજરાત બનાવવી હતી.એમાં આદિવાસી પૂર્વ પટ્ટીમાં તેઓની દશા અને સ્થિતિ જોઈ તેઓ ત્યાં સ્થાયી થયા હતા.અને સમાજને જાગૃત કર્યા હતા.લોકોને ભક્તિના માર્ગે વાળ્યા ભક્તિ અને ભણતરીનું નું સૂત્ર આપ્યું.લોકોને હંમેશા સાચું બોલવું,સ્વચ્છતા રાખવી,નીતિ રાખવી,વ્યસો નથી દૂર રહેવું,માસ મદીરાથી દૂર રહેવું,બેન બેટી નું બુરૂ કરવું નહીં,જેવા 11 નિયમો આપીને આદિવાસી સમાજને જાગૃત કરનાર ગુરુ ગોવિંદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન શિક્ષણ કાર્યને અસર ન થાય તે રીતે આયોજન કરાયું હતું જેમાં સવારે 9:00 થી 11 કલાક દરમિયાન ઉજવણી કરી.જેમાં ગામમાંથી વડીલો અને યુવાનો તથા બાળકો હાજર રહ્યા હતા.શિક્ષણ વિદ અને આચાર્ય દ્વારા ગુરુના કાર્ય, તેમનામાં રહેલા ગુણોની માહિતી આપી હતી.ત્યારબાદ વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.તેમાં જયલબેન કટારાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.ત્યારબાદ નિબંધ લેખન,ચિત્ર સ્પર્ધા અને ટેસ્ટ યોજવામાં આવ્યો હતો.ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.તથા ગામમાંથી ઉપસ્થિત રઘુભાઈ અને દિનેશભાઈએ પ્રથમ નંબર મેળવનાર બાળકોને રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.