ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકામાં લીલા શાકભાજીનો પાકમાં વધારો થતા શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોને નુકસાન ગૃહિણીઓને ફાયદો….
શિયાળાની ઠંડી શરૂ થતા ઠંડા મોસમમાં સંતરામપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો કઠોળ અનાજ કરતા શાકભાજીનો પાકમાં વધારે ધ્યાન આપે છે એક માસ અગાઉ દરેક પ્રકારનું શાકભાજી ₹80 કિલો ઉપરાંત થઈ રહ્યું હતું પરંતુ ઠંડીના મોસમમાં શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો ત્યારે તેના ભાવમાં ઘટાડો થયો હતો અત્યારે કોઈપણ શાકભાજી 10 રૂપિયા થી કિલો માંડીને 40 રૂપિયા સુધી કિલોના ભાવે મળી રહ્યું છે જે ફુલેવર 80 રૂપે કે સો રૂપિયા કિલો હતો આજે એ ₹30 કિલો થઈ ગયું છે લીલા વટાણા 200 રૂપિયા કિલો નો ભાવ હતો આજે ₹50 કિલો મળે છે ટામેટાનો ભાવ એક મહિના અગાઉ સો રૂપિયા કિલો હતો. આજે હાથ લારીવાળા દસ રૂપિયાના કિલોમાં બૂમો પાડી પાડીને વેચે છે તો સૌથી મોટી વાત એ છે કે હવે દરેક સીઝન નું શાકભાજી બારેમાસ મળતું રહ્યું છે ગવારસિંગ માત્ર ઉનાળામાં વધારે જોવા મળતી હતી પરંતુ આ વખતે ગવારસિંગ અને ભીંડા શિયાળામાં પણ સૌથી પાક વધારે જોવા મળી રહ્યો છે આજે માર્કેટમાં ટામેટા લીલા વટાણા અને ફુલેવર મફતના ભાવે વેચાણ થયું હતું કારણ કે શાકભાજી અને આવક અને તેનો પાક સતત વધારો થઈ રહ્યો છે ખેડૂતો શાકભાજી પકાવવામાં જેટલી મહેનત કરે છે તેના કરતાં તેમને ઓછું વળતર મળી રહ્યું છે કારણ કે શાકભાજી નિકાલ ના કરવામાં આવે તો તેનો બગાડ થતો હોય છે આજે મંગળવારે હાર્ટમાં શાકભાજી બિલકુલ સસ્તા ભાવે વેચાણ થયેલું જોવાયેલું છે.