ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલ રૂપિયા 33 લાખના ખર્ચે નવીન પ્રવેશદ્વાર નું ખાત મુહર્ત તેમજ શબ વાહિનીનું લોકાર્પણ કરાયું…
માનનીય મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ માનનિય સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જસવંતસિગ ભાભોરના પ્રયાસોથી વિકાસ કામો મંજુર કરાયા…
સંતરામપુર તા.11
સંતરામપુર નગરમાં માનનિય મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ માનનિય સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જસવંતસિગ ભાભોરના અથાગ પ્રયત્નો થી શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલ રૂપિયા 33 લાખના ખર્ચે બનનાર નવિન પ્રવેશદ્વાર નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ . તથા 22લાખના ખર્ચે નવિન સબ વાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યુ……
આ પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમૂખ અને આચાર્ય સંઘના ગુજરાત રાજ્યના પ્રમુખ જય પ્રકાશભાઈ પટેલ તથા નગરપાલીકાના પ્રમુખ અને ઉપ્રમુખ તથા કોર્પોરેટરો તથા ચીફ ઓફિસર સાહેબ અને સંતરામપુર સંગઠનના આગેવાનો જીલ્લાના હોદ્દેદારો તાલુકાના દ્દેદારો સહિત મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યાં…. સંતરામપુર નગરમાં વર્ષો પછી બની રહેલું છે પ્રવેશદ્વાર સંતરામપુર નગર ના પ્રતાપપુરા વિસ્તારમાં રૂપિયા ૩૩ લાખના ખર્ચે સૌપ્રથમવાર પ્રવેશદ્વાર બનાવવામાં આવશે હવે સંતરામપુરની નગરની શોભા વધાવશે સંતરામપુર નગરપાલિકા હવે ધીરે ધીરે વિકાસના કામોમાં વેગ પકડી રહ્યું છે નગરના અલગ અલગ વિસ્તારોમાં સર્કલ બનાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે નગરપાલિકા દ્વારા પ્રવેશ દ્વાર તૈયાર કરવામાં આવશે જે આજ દિન સુધી કોઈ પણ ધારાસભ્ય કે આટલા વર્ષોમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કે પ્રમુખ કરી શક્યા નથી પરંતુ વર્ષો પછી આ પ્રવેશ દ્વાર તૈયાર થતાં સ્થાનિક લોકોમાં ખુશી પણ જોવા મળી છે કારણ કે આજદિન સુધી આવી કામગીરી કોઈએ કરી જ ન હતી તેનું ખાતમુરત રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડીંડોર પૂર્વ કેન્દ્ર મંત્રી અને દાહોદ સંસદ જશવંતસિંહ ભાભોર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુનિતાબેન ખાટ આ ખાતમુરતમાં હાજર રહીને કામગીરી શરૂ કરવામાં આવેલી હતી