
દાહોદ તાલુકાના નસીરપુર ગામે ફોરવીલ ગાડી તેમજ સ્પોર્ટ્સ બાઇક વચ્ચે માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર છાશવારે બનતા અકસ્માતના બનાવોથી નેશનલ હાઈવે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થયો..
દાહોદ તા.11
દાહોદ તાલુકાના નસીરપુર ગામે એક ફોરવીલર ગાડી તેમજ સપોર્ટ બાઈક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવવામાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. જોકે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હોવાનું જાણવા મળેલ છે
દાહોદ જિલ્લામાંથી પસાર થતો ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર નવા નવા વાહન અકસ્માતના બનાવો બનવા પામતા આ હાઇવે ધીમે ધીમે અકસ્માત ઝોન તરફ અગ્રેસર થઇ રહ્યો છે.દાહોદ નજીક જ છેલ્લા ત્રણ ત્રણ દીવસમાં માર્ગ અકસ્માતના બનાવો સામે આવ્યા છે. ત્યારે આજરોજ પુનઃ એક માર્ગ અકસ્માત નો બનાવ સામે આવ્યો છે જેમાં Gj-23-AF-6453 નંબરની ક્રુઝર ગાડી દાહોદ તાલુકાના નસીરપુર પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે ગોધરા તરફથી MP-43-EL-0608 નંબરની સ્પોર્ટ્સ બાઈક પર પૂરપાટ આવતા બાઈક ચાલક ક્રુઝર ગાડીમાં પાછળથી ઘુસી જતા બાઈક ચાલક 15 થી 25 ફૂટ સુધી ફાંગોળાઈ ને ઘસડાયો હતો. જેના પગલે બાઈક ચાલકના શરીરે ઇજાઓ પહોંચતા તેણે 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તેમજ આ માર્ગ અકસ્માતના બનાવમાં બાઈક પણ ભારે નુકસાન થયું હતું.