Friday, 01/12/2023
Dark Mode

દાહોદમાં DDO દ્વારા પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 9 દર્દીઓને દત્તક લઇ ન્યુટ્રિશન કીટનું વિતરણ.

October 11, 2022
        324
દાહોદમાં DDO દ્વારા પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 9 દર્દીઓને દત્તક લઇ ન્યુટ્રિશન કીટનું વિતરણ.

  રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં DDO દ્વારા પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 9 દર્દીઓને દત્તક લઇ ન્યુટ્રિશન કીટનું વિતરણ.

દાહોદ તા.11

પ્રધાનમંત્રી શ્રી ના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ૯ સપ્ટેમ્બરના રોજ માનનીય રાષ્ટ્રપતિશ્રી ના અધ્યક્ષ સ્થાને ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે.

 આ યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ તા ૧૧ ઓક્ટોબરના રોજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી દ્રારા કુલ 09 ટીબી ના દર્દી ને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી, જેમાં ઘઉં, ચોખા, દાળ, ચણા, તેલ, ખજૂર, ડ્રાય ફ્રૂટ જે 06 મહિના સુધી ચાલે એટલું ખાધાન આપવામાં આવ્યું અને ટી.બી દર્દી ઓને દવા પૂર્ણ કરવા, ઇંન્ફેક્શનથી બચવા અને રોજીંદા પોષણ વિષે દર્દીઓ ને સમજાવવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!