ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં ચોરીના બનાવો વધતા રહેણાંક સોસાયટીમાં રહીશોએ સ્વખર્ચે CCTV કેમેરા લગાવ્યા..
સંતરામપુર તા.29
સંતરામપુર સહકાર દીપ સોસાયટીમાં ચોરીના બનાવો અને અનુલક્ષી લઇ સ્વખર્ચે રહીશોએ સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા સંતરામપુર નગરમાં આવેલી સહકાર દીપ સોસાયટીમાં 15 દિવસ અગાઉ ડોક્ટરના મકાનમાંથી ₹3 લાખની ચોરી થઈ હતી અને સંતરામપુર નગરમાં ઘણા સમયથી ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે નગરના અલગ અલગ વિસ્તારોમાં મહિનામાં બે થી ત્રણ વાર મકાનોના તાલા ટુટા હોય છે અને ચોરીના બનાવો બનતા જ હોય છે સહકાર દીપ સોસાયટીના રહીશું ભેગા મળીને પોતાની સલામતી અને મિલકત મહાન દરેક વસ્તુની સીસીટીવી કેમેરા આગળ નજરકેદ થઈ જાય તે માટે અલગ અલગ દિશાઓમાં ચાર મોટા જુમ કેમેરા ફીટીંગ કરવામાં આવેલા છે ખરેખર સરકારી તંત્ર અને નગરપાલિકા જે નગરના અલગ અલગ વિસ્તારોમાં કેમેરા લગાવવાની ફરજ તેમની આવતી હોય છે પરંતુ સોસાયટી વિસ્તારના રહીશો પોતાની સલામતી માટે સોસાયટી ના રહીશો સ્વખર્ચે નવા કેમેરાઓ આજે લગાવવામાં આવેલા હતા જેથી કરીને કોઈ પણ પ્રકારની ઘટના બને તો ખ્યાલ આવી શકે અને જોઈ શકાય અને સોસાયટી વિસ્તારમાં બહારનો કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે તો ખ્યાલ આવી શકે આ રીતે પોતાની સાવધાની માટે સોસાયટી વિસ્તારના રહીશોએ કેમેરા લગાવ્યા હતા જાતે સાવધાની અને જાતે સુરક્ષા રાખવાની હવે ફરજ પડી છે.