ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર સહિત સમગ્ર ગોધરા વિભાગના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને આંદોલન ઉપર ઉતર્યા.
એસટી વિભાગના જવાબદાર કર્મચારીઓ તેમજ યુનિયનના જવાબદાર નેતાઓ દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આવનારી તારીખ 22 /9 /22ને મધ્યરાત્રીથી સમગ્ર ગુજરાતની એસટીના પૈડાઓ રાતોરાત થંભી જવાના છે છેલ્લા કેટલાય દિવસોથી સરકાર સામે તેમની આશરે 13 જેટલી પડતર માંગણીઓને લઈને અવારનવાર સરકાર સાથે બેઠક યોજવા છતાં પણ તેનો કોઈ યોગ્ય નિર્ણય ન આવતા સંતરામપુર સહિત સમગ્ર ગોધરા ડિવિઝનના તમામ કર્મચારી મંડળ ના કામદારો, યુનિયનો ,મજદૂર સંઘના કામદાર સહિત મિકેનિકલ વિભાગના તમામ કર્મચારીઓ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને આ આંદોલનમાં સહભાગી થયા છે .
આંદોલન કારીઓએ સરકાર સામે ગ્રેડ-પેની માંગણી સાતમા પગાર પંચનો લાભ અને તે પગાર પંચના લાભ મુજબ મેડીકલ ભક્તા અને જ્યારે કર્મચારી થાય પેન્શન થાય ત્યારે તેને સારામાં સારું પેન્શન અને તેના પરિવારને સરકાર તરફથી મળતા તમામ લાભો જે અત્યાર સુધી મળતા નથી તે તમામ લાભો મળવા પાત્ર બને તેવી તેર પ્રકારની માંગણીઓ સાથે આંદોલન છેડી દીધું છે
આજે તેમણે સંતરામપુર ખાતે અને ગોધરા ડિવિઝન ખાતે તેમની માંગણીને લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો અને કાળી પટ્ટી બાંધીને ઉગ્ર વિરોધ કર્યો હતો, અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનાર તારીખ 22 -9- 2022 ને મધ્યરાત્રીથી એસ.ટી ને- સમગ્ર ગુજરાતમાં તમામ પ્રકારના રૂટો બંધ કરવાની ફરજ પડશે આ આંદોલન કયા પ્રકારે ચાલશે અને કેટલું આક્રમક બનશે તે તો આવનારો સમય જ બતાવશે.
સંતરામપુર ડેપો ખાતેથી પુવાર હિતેન્દ્રસિંહ ભારતીય મજદૂર સંઘ,
દેવેન્દ્રસિંહ ગેલોત જયેન્દ્રસિંહ સિસોદિયા પીએમ બારીયા દીપકભાઈ રાવલ મહેન્દ્ર ભાઈ ડીંડોર દિલીપસિંહ ચૌહાણ મુકેશભાઈ માલીવાડ મકનસિંહ ડામોર ઉપેન્દ્રસિંહ પરમાર વી. સી.ડામોરએ સૂત્રોચ્ચાર કર્યા હતા.