સંતરામપુર તા.19
સંતરામપુર તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખામાં છેલ્લા ત્રણ માસથી લાભાર્થીઓને પગારથી વંચિત..
સંતરામપુર તાલુકા પંચાયતમાં સંખ્યાબંધ ગ્રામ પંચાયતોમાં કેન્દ્ર સરકારની યોજનામાં ઘર આંગણે લાભાર્થીઓને રોજગારી મળી રહે તેના હેતુથી મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી પરંતુ સંતરામપુર તાલુકાના અલગ-અલગ ગ્રામ પંચાયતોમાં ઉનાળાના સમય દરમ્યાનમાં તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી.પરંતુ આજદિન સુધી લાભાર્થીઓને પોતાની રોજગારીનું વેતન ચૂકવવામાં આવેલ જ ન હતી.કેન્દ્ર સરકારની યોજનામાં મનરેગા યોજના હેઠળ ગરીબોને પોતાની રોજગારી મેળવવા માટે ફાફા મારવા પડે છે.સંતરામપુર તાલુકાના ગોઠીબ ભંડારા રાણીજીની પાદેડી અંજાણવા આવી ગ્રામ પંચાયતોમાં તળાવ ઉંડા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી લાભાર્થીના એક વ્યક્તિની 250 થી 200 રૂપિયા રોજિંદા ચૂકવવાના હોય છે પરંતુ આજ દિન સુધી ત્રણ માસ વિતવા છતાંય હજુ સુધી મનરેગા હેઠળ લાભાર્થીઓને પોતાના કરેલા કામોની આ રકમ હજુ સુધી ચૂકવવા આવેલી જ હતી કામ કર્યા પછી પણ મનરેગા શાખાના પીઓ અધિકારી તમામ આજ દિન સુધી લાભાર્થીઓને પોતાના વતનથી વંચિત રાખવામાં આવેલા છે આશરે સંતરામપુર તાલુકાના તમામ ગ્રામ પંચાયતોના બે હજાર ઉપરાંત લાભાર્થીઓની પોતાના વતનથી વંચિત રાખવામાં આવેલા છે.