
બાબુ સોલંકી, સુખસર
સુખસરના વેપારીની સંતરામપુર ખાતે આવેલ ચાંદા ટ્રેડર્સ કલરની દુકાનમાં તસ્કરો એ ચોરી કરી મોટું નુકસાન પહોંચાડી ફરાર થયા.
સંતરામપુર નગરમાં ચોરો બન્યા બેફામ સંતરામપુર પોલીસ ઊંધતી જોવા મળી.
રોકડ રૂપિયા 40,000/- તથા 6 નંગ સીસીટીવી કેમેરાની તોડફોડ સહિત પ્લાસ્ટિકની કલર ભરેલી ડોલો લીકેજ કરી મોટું નુકસાન પહોંચાડી તસ્કરો ફરાર થયા.
સીસીટીવી કેમેરામાં બે તસ્કર યુવાનો કેદ થયા.સંતરામપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
સુખસર,તા.20
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સંતરામપુર નગરમાં 19-09-2022 રાત્રિના સમયે આવેલ ઝાલોદ રોડ પ્રતાપુરા વિસ્તાર રવાડી ના મેળા ના સ્થળ થી પાંચસો મીટર ની દુર આવેલ ચાંદા ટ્રેડસ કલરની દુકાનને રાત્રિના સમયે ટાર્ગેટ કરી ચોરો ચોરી કરી તેમજ કલરં ભરેલી પ્લાસ્ટીકની મોટી ડોલોમાં કાણાં પાડી ને ખાસ્સી એવી મોટી રકમનું નુકશાન કરેલ છે.તથા સ્વીચ બોડઁને દુકાનમાં મુકેલ સીસીકેમેરા નંગ છ ની તોડફોડ કરીને બે એલઈડી ટીવીને દુકાનમાં મુકેલ રોકડ રકમ અને પરચુરણ અંદાજે રુપિયા ચાલીસ હજારનું તસકરો ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયેલ હોવાનું જાણવા મળે છે. કલરની દૂકાનના માલિક હારૂનભાઇ ચાંદા સુખસર ગામે રહે છે.અને તેઓ સંતરામપૂર ખાતે વ્હેલી સવારે ધંધા અર્થે પોતાની દુકાને વ્હેલી સવારે આવી દુકાન ખોલી અંદર પ્રવેશી જોતા દુકાનમાં મુકેલ તમામ સર સામાન વેર વિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો. તસ્કરોએ દુકાનમાં બોર્ડ, લાઈટ બોર્ડની સવીચો ,કલરની વીસ લીટરની મોટી ડોલો લીકેજ કરી તસ્કરો મોટું નુકસાન પોંહચાડી ફરાર થઈ ગયેલ હોવાનું જાણવા મળે છે.આ ચોરી ની ધટનામાં બે યુવાન તસ્કરોની તસ્વીરો સીસીટીવીમાં કેદ થયેલ હોવાનું જોવા મળી આવી છે. અને આ બનાવની જાણથી આજુ બાજુના રહીશો તેમજ નગરમાં ભયનો માહોલ જોવા મળી રહેલ છે.
આ બનાવની જાણ દુકાન માલિકે સંતરામપુર પોલીસને ટેલિફોનિક દ્વારા જાણ કરતા સંતરામપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.ને સીસીટીવી કેમેરાનું ડીવીડી ધટના સ્થળેથી પોલીસે કબજે કરેલ છે.