ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર અર્બન બેંક ડિરેક્ટરની ચૂંટણી માટે 19 ઉમેદવારો મેદાનમાં…
સંતરામપુર તા.01
સંતરામપુર નગરમાં અર્બન બેંકની રવિવારના રોજ ચૂંટણી યોજવામાં આવશે જેમાં અલગ અલગ કેટેગરીમાં ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ચૂંટણી દરમિયાનમાં કુલ મત પત્રક પર 11 ચોકડી કરવાની હોય છે જેમાં સંતરામપુર અર્બન બેંકમાં ખેડૂત કેટેગરીમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી નરેન્દ્રકુમાર કાનજીભાઈ પટેલ ભગવાનદાસ ગણેશભાઈ પટેલ અરવિંદસિંહ રણજીતસિંહ સિસોદિયા જ્યારે એસ સી સી કેટેગરીમાં બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ હતી નગરપાલિકાના માજી પ્રમુખ શીવાભાઈ પરમાર ભાઈ વણકર પ્રેમચંદભાઈ પદેડીયા જ્યારે સ્ત્રીકેટેગરીમાં 4 મહિલા ઉમેદવારી નોંધાવી હતી વૈશાલીબેન દિવ્યમ કુમાર પંડ્યા ગીતાબેન ઘનશ્યામભાઈ મિસ્ત્રી પ્રિયંકાબેન ભુપેશભાઈ શાહ અનિતાબેન હિતેશકુમાર પનોલા જ્યારે સામાન્ય કેટેગરીમાં નવ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી હતી દિલીપકુમાર બદામીલાલ શાહ શરદ કુમાર વાસુદેવ ઉપાધ્યાય અમરીશકુમાર રતિલાલ પંચાલ બીપીન કુમાર વજ્ર લાલ દરજી જીતેન્દ્ર કુમાર નટવરલાલ મહેતા ભાવિક કુમાર ઘનશ્યામભાઈ સુથાર કેવલ કુમાર અરુણભાઈ રાઠોડ બદામીલાલ જીવાભાઈ ચૌહાણ સંતોષકુમાર ગજેન્દ્રપ્રસાદ જોશી કુલ આ રીતે 19 ઉમેદવારો એ સંતરામપુર અર્બન બેંકમાં ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જાય ત્યારે ઉમેદવારો બેંકના સભાસદોની સંપર્કમાં સતત વધારો થઈ રહ્યો છે અને બેંકની અંદર ડિરેક્ટરની ચૂંટણી જીતવા માટે મહારથીઓનો સતત પ્રયાસો ચાલી રહેલા છે શનિવારના રોજ ફતેપુરા ચૂંટણી છે ત્યારે પણ રવિવારના રોજ માલવણ અને સંતરામપુર ખાતે ચાર તારીખના રોજ ચૂંટણી યોજવામાં આવશે જેમાં7500 અર્બન બેંકના સભાસદો 19 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે..