ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના બટકવાડા નવાગરા પાસેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇંગ્લિશ દારૂ ઝડપ્યો
બુટલેગરોની દારૂની હેરાફેરી કરવા માટે નવી ટેકનીકનો ઉપયોગ કર્યો
સંતરામપુર તા.26
સંતરામપુર તાલુકાના બટકવાડા નવાગરા પાસે સંતરામપુર પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન અને બાદમી ના આધારે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડેલો હતો ચોખાની ભૂસાની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થતી હતી પીકપ ડાલામાં નીચે ઇંગ્લિશ દારૂની બોટલ ો ગોઠવેલા હતા અને તેની ઉપર ચોખાની ભૂસાની થેલીઓ બનાવીને ઉપર ગોઠવવામાં આવેલી હતી સંતરામપુર પોલીસે પૂછપરત કરતા અને તપાસ કરતા પીકપ ની અંદર પોલીસ તપાસ કરતાં બંને બુટલેગરો પૂર જોશમાં ભગાડીને નાસી છૂટેલા હતા સંતરામપુર પોલીસે તેનો પીછો કરતા પીકઅપ ડાલો સાંગાવાડા વળાંકમાં મૂકીને બંને જણા જાડી જાગરા જંગલમાં ભાગી છૂટેલા હતા સંતરામપુર પોલીસે ગાડી અને ઇંગ્લિશ દારૂ કબજે કરેલો હતો અલગ અલગ પ્રકારની ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 1080 રૂપિયા 21,560 બીયર કાચની બોટલ તથા ટીન નંગ 192 રૂપિયા 67,680 કુલ મળીને ₹2,83,440 તથા પીકઅપ ગાડીની કિંમત સાથે રૂપિયા 4,83,440 નો મુદ્દા માલ કબજે કરેલો હતો પૂરજોશમાં પીકપ ગાડીએ દોડાવતા ગાડીના આગળના કાચ અને ચારે બાજુથી ગાડીને નુકસાન થયેલું જોવા મળેલું હતું સંતરામપુર પોલીસે મુદ્દા માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવેલી હતી સંતરામપુર પોલીસ બંને આરોપોની નાકાબંધી કરીને શોધખોળ ચાલુ રાખેલી હતી આ સફળ કામગીરીમાં સંતરામપુરના પીઆઇ મછાર તથા પોલીસ સ્ટાફ ના સહકારથી સફળતા મળેલી હતી.