ઇલ્યાસ શેખ :- સંતરામપુર
પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના નવાગામે વાવાઝોડું ફૂકાતા સાત મકાનોમાં નુકસાન
વાવાઝોડું ફુકાતા સાત કાચા મકાનોમાં નુકસાન
સંતરામપુર તા.24
પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકા ના નવાગામ ગામે વાવાઝોડું અચાનક ફુકાતા ફૂટેલ ફળિયામાં સાત મકાનોની મોટા પાયા નુકસાન થવા પામેલું હતું વાવાઝોડું આવતા જ તમામ મકાનોના થાપડાઓ ઉડી ગયા હતા અને એક મકાનની દીવાલો પણ તૂટી પડી હતી સાત મકાનના પરિવારો રાત્રિના સમયે અચાનક વાવાઝોડું આવતા જ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને પોતાનો બચાવ કરેલો હતો આખી રાત ચાલુ વરસાદમાં એક જ ખૂણામાં ટાટ પટ્ટી બાંધીને સમય પસાર કરેલો હતો જ્યારે તાત્કાલિક મકાનો ઉપર તાડપટ્ટી નો સહારો લીધેલો હતો સાત મકાનના પરિવાર ને કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી આ
ગામની અંદર આજુબાજુમાં 100 જેટલા સાગના વૃક્ષો આવેલા વાવાઝોડુના કારણે તૂટી પડ્યા હતા આ ગામમાં મોટા પાયું નુકસાન થવા પામેલું હતું પરંતુ કોઈ જાનહાનિ થયેલ નથી પાંડોર બહાદુરથી પર્વતસિંહ કિરણ લક્ષ્મણસિંહ દિલીપ પર્વત કિરીટ લક્ષ્મણ મછાર દલસુખ ગુલાબ બળવંત લાલા રતન લાલા તમામ પરિવારોને વાવાઝોડું ના કારણે મકાનોના મોટા પાયે નુકસાન થવા પામેલું હતું સ્થાનિક તલાટી ને રજૂઆત કરતા સ્થળ ઉપરના આવ્યા પરંતુ ગ્રામ પંચાયતની કચેરીએ પંચ કેસ કર્યો અને જવાબ કરેલો હતો બાજુના મકાનની બનાવમાં આવેલી દીવાલો પણ તૂટી પડી ગઈ હતી આશરે તમામ મકાનોની પાંચ લાખ ઉપરાંત નુકસાન થવા પામેલું છે ચોમાસા દરમિયાનમાં ઘરમાં રહેવા માટે તાત્કાલિક આજુબાજુના ગ્રામ્યમાંથી જૂના થાપડા લાવીને મકાનની મરામત કરી હતી.