
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકામાં બે જુદા જુદા સ્થળોએથી સગીરાઓના લગ્નની લાલચે અપહરણ
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાંથી બે જુદા જુદા સ્થળોએથી બે સગીરાઓને બે યુવકો દ્વારા લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના ભાભરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૨ જુલાઈના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને રાજસ્થાનના ડુંગરપુર ગામે રહેતો પ્રકાશભાઈ ડામોર દ્વારા સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૨.૧૨.૨૦૨૧ના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા સગીરાનું અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.