Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં એક વ્યક્તિ ઓનલાઇન ઠગીનો થયો શિકાર: બહાર ગામ પ્રવાસ લઇ જવા મામલે બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા સેરવ્યા

August 24, 2022
        559
દાહોદમાં એક વ્યક્તિ ઓનલાઇન ઠગીનો થયો શિકાર: બહાર ગામ પ્રવાસ લઇ જવા મામલે બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા સેરવ્યા

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદમાં એક વ્યક્તિ ઓનલાઇન ઠગીનો થયો શિકાર: બહાર ગામ પ્રવાસ લઇ જવા મામલે બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા સેરવ્યા

 

દાહોદ તા.૨૪

 

દાહોદ શહેરમાં એક વ્યક્તિ ઓન લાઈન ફ્રોડનો શિકાર બનવા પામ્યો છે જેમાં દાહોદ શહેરમાં રહેતાં એક વ્યક્તિને આબુ ખાતે ટુરમાં ફરવા લઈ જવા મામલે જસ્ટ ડાઈલના એક ઈસમ દ્વારા વ્યક્તિના બેન્ક ખાતામાંથી કુલ રૂા. ૯૯,૯૯૮ પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ ટુર ફરવા ન લઈ જઈ મોબાઈલ ફોન ઉપર ધાકધમકીઓ આપી છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

મુળ દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે છેલ્લા ફળિયામાં રહેતાં અને હાલ વડોદરા મુકામે રહેતાં રોનક નયનકુમાર શેઠ તથા તેમના પરિવારજનોને આબુ ખાતે ફરવા જવાનું હોઈ તેઓએ જસ્ટ ડાઈલ ઉપરથી મોબાઈલ નંબર ૯૫૬૯૩૩૯૧૬૯નો નંબર મેળવી પોતાના મોબાઈલ ફોન ઉપરથી ઉપરોક્ત નંબર પર ફોન કર્યાેં હતો અને રાજુભાઈ નામક વ્યક્તિએ રોનક સાથે વાત કરી હતી ત્યાર બાદ રાજુભાઈ દ્વારા લીંક તમારા મોબાઈલ પર મોકલું છું, તે ફોર્મ ભરી વેરીફીકેશન માટે મોકલી આપો અને તમારા મોબાઈલ ફોન ઉપર બે ઓટીપી નંબર આવશે તે મોકલી આપો તેમ કહી,રોનક પાસેથી ઓટીપી કોડ લઈ રોનકના બેન્ક ખાતામાંથી ૪૯,૯૯૯ બે વખત અલગ અલગ સમયે રાજુભાઈએ પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી લીધાં હતાં, આમ કુલ રૂા. ૯૯,૯૯૮ ટ્રાન્સફર કરાવી લીધાં બાદ પણ કોઈ માહિતી ન આવતાં રાજુભાઈને રોનકે મોબાઈલ ઉપર ફોન કરી કહેલ કે, હજુ સુધી માહિતી આવેલ નથી ત્યારે રાજુભાઈએ કહેલ કે, થોડીવારમાં આવી જશે ત્યાર બાદ પણ માહિતી ન આવતાં રોનક દ્વારા રાજુભાઈને ફોન કરતાં રોનકનો મોબાઈલ રાજુભાઈ ન ઉપાડી ફોન ન ઉપાડી કટ કરી દેતો હતો ત્યાર બાદ રોનકે પોતાની પત્નિના મોબાઈલ ફોન ઉપરથી રાજુભાઈને ફોન કરતાં રાજુભાઈએ ફોન ઉપાડ્યો હતો અને રોનકભાઈ સાથે બોલાચાલી કરી અને રાજુભાઈએ કબુલ કરેલ કે, અમોએ તમારા રૂપીયા ફ્રોડ કરી લીધાં છે અને તમારાથી થાય તે કરી લો, રૂપીયા અમેજ લીધાં છે અને હજુ વધારે કંઈ બોલશો તો જે રૂપીયા છે તે રૂપીયા ફ્રોડ કરી લઈશું, તેમ કહી ફોન કાપી નાખી રોનકભાઈ સાથે રૂા. ૯૯,૯૯૮ નો ફ્રોડ કરી છેતરપીંડી, વિશ્વાસઘાત કરાતાં આ સંબંધે રોનક નયનકુમાર શેઠ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!