
કપિલ સાધુ, સંજેલી
સંજેલી મામલતદાર કચેરી ખાતે મામલતદાર ના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મીટિંગ યોજાઈ .
સંજેલી મામલતદાર પીઆઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજ રોજ હર ઘર તિરંગા અંતર્ગત મીટિંગ મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી, મામલતદાર દ્વારા મીટીંગમાં આવેલ દરેક લોકોને હર ઘર તિરંગામા સહભાગી થઈ સફળ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું, આગામી તારીખ 13 થી 15 તારીખ દરમિયાન સંજેલી સહિત સમગ્ર તાલુકામાં દરેક ઘરે તિરંગો લગાવી કાર્યક્રમ સફળ બનાવવા ઉપસ્થિત દરેક લોકો ને જણાવ્યું હતું .
સંજેલી નગરના દરેક ઘરે ત્રિરંગો લહેરાય અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે નાગરિકોમાં ઉચ્ચ ભાવના જન્મે, રાષ્ટ્રભાવના મજબુત થાય તેવા ઉદ્દેશથી હર ઘર ત્રિરંગા કાર્યક્રમ માટેનું આયોજન સફળ બનાવવા ચોક્કસ આયોજન થાય તેમજ આગામી તા. ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તમામ ઘરો, દૂકાનો,, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે તે અંગે એક મીટિંગ સંજેલી મામલતદાર ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ કાર્યક્રમ અંગેના આયોજન માટે સઘન ચર્ચા કરાઇ હતી. ઘરો અને શૈક્ષણિક સંસ્થાઓ , ઔદ્યોગિક એકમો પર ત્રિરંગો લહેરાવી ત્રિરંગા પ્રત્યે નાગરિકોમાં સન્માન અને રાષ્ટ્રપ્રેમની લાગણી જન્મે તે માટે વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાય એ રીતનું આયોજન કરવા મામલતદાર દ્વારા જણાવાયું હતું. રાષ્ટ્ર જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે સંજેલી તાલુકાના નાગરિકોની રાષ્ટ્રભાવના દ્રઢ બને તે માટે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ નિમિત્તે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બને તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ મીટીંગમાં તાલુકાના વિવિધ શાખાના અધિકારીઓ સહિત વેપારીમંડળના પ્રતિનિધિઓ, તાલુકાના ડોક્ટરો ,સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહ્યાં હતા.