
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના ઢાળસીમળ ઉચેકપાઈ ધામ ખાતે પુલવામાં હુમલામાં શહીદ થયેલા હુતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી.
સંજેલી માં વેલેન્ટાઈનડે નહીં પણ શહીદોની યાદમાં બ્લેક ડે ના સ્ટેટસ છવાયા.
સંજેલી તા.14
સંજેલી ના ઢાળસીમળ ખાતે ઉચેક પાય ધામ ખાતે વેલેન્ટાઈન ડે નહિ પરંતુ આજના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સંજેલી તાલુકાના ઢાળશિમળ ડુંગર પર આવેલા શહીદ થયેલા જવાનોની યાદ માં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજના રીતરિવાજ મુજબ શહીદ જવાનોની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું હતું. પુલવામા બોમ બ્લાસ્ટમાં શહીદ સૈનિકોની ની યાદ માં આજે 14 ફેબ્રુઆરી સોમવારના રોજ ગામના યુવાનો સહિત નવજુવાન યુવાનોએ વેલેન્ટાઈન ડે નહિ પરંતુ પુલાવામાં શહીદ થયેલા જવાનોને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.