Saturday, 27/07/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના છાયણ ગામે વિદેશી દારૂની ગાડીનું પાઇલોટિંગ કરનાર બે બાળકીશોર ઝડપાયા:એક ફરાર 

February 14, 2022
        921
ઝાલોદ તાલુકાના છાયણ ગામે વિદેશી દારૂની ગાડીનું પાઇલોટિંગ કરનાર બે બાળકીશોર ઝડપાયા:એક ફરાર 

ઝાલોદ તાલુકાના છાયણ ગામે વિદેશી દારૂની ગાડીનું પાઇલોટિંગ કરનાર બે બાળકીશોર ઝડપાયા:એક ફરાર 

પોલીસે 81,780 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો 

દાહોદ તા.14

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર અને બે મોટરસાયકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરો પાસેથી પોલીસે કુલ રૂપિયા 81,780/- નો વિદેશી દારુ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડી ફરાર એક ઈસમ વિરુદ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગત તારીખ ૧૩મી ફેબ્રુઆરીના રોજ ચાકલીયા પોલીસ છાયણ ગામે નાકાબંધી કરી આવતા જતા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે ત્યાંથી એક ફોર વીલર ગાડી પસાર થઈ હતી. પોલીસે તેને ઉભો રાખવા માટે ઈશારો કરતા ફોરવીલરમાં સવાર ગાડીનો ચાલક કેશુભાઈ સવસીગભાઈ બારીયા (રહે.સાબલી પંચાયત ફળિયું, ઝાલોદ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ) નો પોલીસને જોઈ પોતાના કબજાની ફોરવિલ ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો અને તે સમયે ફોર વીલર ગાડી પાર્કિંગ કરી રહેલ એક મોટરસાયકલ પર સવાર બે બાળ કિશોરોને પોલીસે ઝડપી પાડી ફોરવીલર ગાડીની પોલીસે તલાશી લેતા તેમાંથી વિદેશી દારુ તેમજ બિયરની કુલ બોટલોના નંગ. 717 કિંમત રૂપિયા 81,780/- ના પ્રોહીબીશન સાથે કાયદાના સંઘર્ષમાં સંઘર્ષમાં આવેલ બે બાળક કિશોરોની પોલીસે અટકાયત કરી ચકલીયા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!