Friday, 11/07/2025
Dark Mode

સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના ના કામોમાં થતી ગેરરીતિ અંગે જાગૃત નાગરિક દ્વારા RTI કરવામાં આવી.

January 31, 2022
        1264
સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના ના કામોમાં થતી ગેરરીતિ અંગે જાગૃત નાગરિક દ્વારા RTI કરવામાં આવી.

બાબુ સોલંકી :- સુખસર

સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના ના કામોમાં થતી ગેરરીતિ અંગે જાગૃત નાગરિક દ્વારા RTI કરવામ

 કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ અને હલકું મટીરીયલ વાપરતા હોવાના આક્ષેપો:સંજેલી નગરમાં બનેલ પાણી સમિતિ વિશે તંત્ર અંધારામાં.

( પ્રતિનિધિ ) સુખસર,તા.31

સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં હાલ નલ સે જલ યોજના અંતર્ગત ની કામગીરી હાલ પુર જોશમાં ચાલી રહી છે.ત્યારે તેના કોન્ટ્રાકટર દ્વારા નગરમાં આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે.અને તેના બાદ પુરાણ બરાબર કરવામાં આવતું નથી.જેના કારણે વારંવાર અકસ્માતો થયા કરે છે.અને વાહનો વારંવાર ફસાઈ જવાના બનાવો બને છે.જેથી વાહન ચાલકોને ભારે નુકશાન થાય છે.અને

સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના ના કામોમાં થતી ગેરરીતિ અંગે જાગૃત નાગરિક દ્વારા RTI કરવામાં આવી.

 

 

કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરવામાં આવે છે.જ્યારે સરકારી કામ હોવા છતાં પણ કોઈ પણ જાતનું સરકારના અધિકારી દ્વારા કામ પર કોઈપણ જાતનું મોનીટરીંગ કરવામાં આવતું નથી.સંજેલી ખાતે ચાલતા કામ માં કોન્ટ્રાકટર દ્વારા રસ્તાની વચ્ચે ખોદકામ કરવામાં આવ્યું છે.જ્યારે નિયમ મુજબ રસ્તાની બંને સાઈડ માં ખોદકામ કરીને નળ કનેક્શન આપવાના હોય છે.જે અંગે સંજેલી નગરના જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર બોર્ડ,વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન જલ સેવા ભવન ગાંધીનગર ખાતે RTI કરીને નલ સે જલ યોજના ના એસ્ટીમેન્ટ ની કોપી, સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના કેટલા કરોડ ની છે અને સંજેલી પંચાયતના કામો કયા જવાબદાર અધિકારી ની હાજરી માં કરવામાં આવે છે.જેની વિગતવાર માહિતી માંગતા ચકચાર મચી જવા પામ્યો છે.આ અંગે દાહોદ જિલ્લા વાસ્મો ના અધિકારી મોઢિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સંજેલી માં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી ચાલી રહી છે અને મારી પાસે ૩૦ જેટલા કર્મચારી નો સ્ટાફ છે જેથી આખા જિલ્લા માં પહોંચી વળાતું નથી.અને દરેક પંચાયત ખાતે પાણી સમિતિની રચના કરવામાં આવી છે જેથી પાણી સમિતિ ની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટરે કામ કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!