
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાની 12 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ બેલેટ પેપરમાં સીલ,પંથકમાં સાંજે 5 સુધી 74.58 ટકા મતદાન નોંધાયું
સંજેલી તાલુકાની 12 ગ્રામ પંચાયતોમાં આજરોજ એટલે કે તારીખ 19 ને રવિવારના રોજ સરપંચ પદના ઉમેદવારનું ભાવિ મતદારોએ મત આપી નક્કી કર્યું હતું ..
સંજેલી તા.19
સંજેલી તાલુકાની 12 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સંજેલી માં સરપંચ પદના પાંચ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા . જેમનું મતદાન મથક સંજેલી કુમાર પ્રાથમિક શાળામાં હતું ત્યારે સંજેલીમાં સવારથી જ મતદારો મતદાન મથકે પહોંચી ગયા હતા તેમ જ મતદાન કર્યું હતું ત્યારે કહી શકાય કે એક મતની કિંમત મત આપવાથી કેના આપવાથી કોઈક ને હારી શકે છે અથવા તો કોઈક જીતી શકે છે સંજેલી થી બહાર રહેતા લોકો પણ આજે પોતાના વતનમાં સંજેલી આવી પહોંચ્યા હતા અને લોકશાહીની મત આપી પોતાની ફરજ
નિભાવી હતી ત્યારે વૃદ્ધ લોકો પણ આજે મતદાન કર્યું હતું ત્યારે અન્ય દિવ્યાંગ લોકો પણ પોતાની મતદારની ફરજ મત આપી અને પૂરી કરી હતી . સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગ પણ કોરોના ના સાવચેતીના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવી હતી ત્યારે સંજેલી તાલુકામાં કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સંજેલી પોલીસ મથકના પી.એસ.આઇ સહિત પોલીસ કર્મચારીઓએ મતદાન મથકો પર ખડે પગે રહી અને ફરજ નિભાવી હતી તેમજ પોલીસે સઘન પેટ્રોલિંગ કર્યું હતું . ત્યારે કહી શકાય કે સંજેલી તાલુકા ની બાર ગ્રામ પંચાયતોના સરપંચ નું ભવિષ્ય મતદારોએ મત આપી અને નક્કી કરી દીધું છે આવનાર દિવસો જ બતાવશે કે સંજેલી તાલુકા ની બાર ગ્રામ પંચાયતોના સરપંચ પદના હોદ્દેદાર જનતા કોને ઈચ્છી રહી છે . આમ સંજેલી તાલુકાનું કુલ 74.58 ટકા મતદાન થયું હતું