રાજેશ વસાવે :- દાહોદ
*સુખસર તાલુકાના આફવા ગામે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન હેઠળ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી*
દાહોદ તા. ૬
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના આફવા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો તથા તેનો પ્રયોગાત્મક ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમ્યાન ફતેપુરા કૃષિ સહાયક તાવિયાડ અમિતાબેન વિક્રમભાઇ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ વિષે સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ખતરાથી મુક્તિ મેળવી શકે છે. સાથે સાથે ખેતીનો ખર્ચ ઓછો થતો હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા રહે છે.
આ ઉપરાંત ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત અને બીજ ઉપચાર જેવી પ્રાકૃતિક પદ્ધતિઓ અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાના ખેતરમાં સરળતાથી તેનો ઉપયોગ કરી શકે.
કેમ્પમાં હાજર ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ દર્શાવવામાં આવ્યો હતો અને તેઓએ આવનારા સમયમાં આ પદ્ધતિ અપનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
