
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી નગરમાં સરપંચના ઉમેદવાર કમલેશભાઈ રાવતની રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા.
સંજેલીમાં જન આશીર્વાદ પ્રાપ્ત કરવા નીકળેલા સરપંચ પદના ઉમેદવાર કમલેશ રાવત અને ઠેર-ઠેર જબરદસ્ત જન પ્રતિસાદ
સંજેલી તા.15
સંજેલી નગરની ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને સરપંચના માટે પાંચ ઉમેદવારો મેદાને ઉતર્યા છે.જ્યારે આજે યુવા અને ઉત્સાહી એવા કમલેશભાઈ રાવતે પ્રચાર પ્રસારનાં માધ્યમ ની સાથે નગરમાં જંગી બહુમતી થી જીતવા મત લેવા માટે રેલી યોજી હતી.જેમાં મોટી સંખ્યામાં મતદારો જોડાયાં હતાં અને જીતેગા ભાઈ જીતેગા ઘઢા વાલા જીતેગા ના નારા સાથે રેલી યોજી હતી. સંજેલી ગ્રામ પંચાયતના મતદારોએ પણ યુવા અને ઉત્સાહી કમલેશભાઈ ની સરપંચ સહિતની નીકળેલી ધઢા ની પેનલને ઠેર ઠેર આવકાર આપ્યો હતો. સંજેલી નગરમાં આ નીકળેલ રેલી મુખ્ય માર્ગો પર ફરી અને પુષ્પસાગર તળાવ પર પહોંચી હતી જ્યાં આવેલા સાઈ મંદિર ખાતે સરપંચ પદ માટે નોંધાવેલ ઉમેદવાર કમલેશ ભાઈ સહિત સભ્યો તેમજ મોટી સંખ્યામાં જોડાયેલા મતદારો એ મંદિરનાં દર્શન કર્યાં હતાં. અને પોતે જંગી બહુમતીથી જીતે અને વિજય મેળવે તેવા આશીર્વાદ ભગવાન ને ચરણસ્પર્શ કરી અને લીધા હતા . તેમજ નગરના વેપારીઓને પણ મળી અને ઘડાના નિશાનને મત આપી વિજય બનાવવા માટે અપીલ કરી હતી .ટી સંખ્યામાં સમર્થકો જોડાયા.