
કલ્પેશ શાહ :- સીંગવડ
સિગવડ તાલુકામાં સરકારી વહીવટીતંત્ર દ્વારા ગ્રામ પંચાયતની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક ગામડામાં બુથ ચેકિંગ તથા ચૂંટણીલક્ષી મિટિંગ યોજાઈ.
સીંગવડ તા.15
સિંગવડ તાલુકા માં સરકારી વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતની ચુંટણીને ધ્યાનમાં રાખીને સિંગવડ મામલતદાર સિંગવડ તાલુકા વિકાસ અધિકારી રંધીપુર પીએસઆઇ તથા એસઆરપી સ્ટાફ ને સાથે રાખી ને સીંગવડ તાલુકાના મેથાણ વાઘનાળા કાળીયાગોટા વગેરે અનેક ગામોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે અધિકારીઓ દ્વારા સરપંચના ઉમેદવાર તથા કાર્યકર્તાઓ ને એક જગ્યાએ ભેગા કરીને શાંતિ રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે તથા લડાઈ-ઝઘડા નહીં કરવા માટે જણાવ્યું હતું અને શાંતિ રીતે ચૂંટણી યોજવા માટે જણાવવામાં આવ્યું હતું